Rajkot: શહેરમાંથી આતંકીઓ ઝડપાયા બાદ રાજકોટ પોલીસે કરી કાર્યવાહી, સોની બજારમાં પેટ્રોલિંગ કરી 16 લોકો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો

|

Aug 04, 2023 | 1:50 PM

રાજકોટની સોની બજારમાંથી અલકાયદા સાથે સંકળાયેલા 3 શખ્સો ATSએ ઝડપી પાડયા છે. સોની બજારમાં 60 થી 70 હજાર બંગાળી કારીગરો રહે છે. આ કારીગરોની ક્યાંય નોંધ નથી. જેને કારણે સોની બજાર અને શહેરની સુરક્ષા જોખમમાં મુકાઇ શકે છે.

Rajkot: શહેરમાંથી આતંકીઓ ઝડપાયા બાદ રાજકોટ પોલીસે કરી કાર્યવાહી, સોની બજારમાં પેટ્રોલિંગ કરી 16 લોકો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો
Rajkot

Follow us on

Rajkot : રાજકોટની સોની બજારમાંથી અલકાયદા સાથે સંકળાયેલા 3 શખ્સો ATSએ ઝડપી પાડયા છે. સોની બજારમાં 60 થી 70 હજાર બંગાળી કારીગરો રહે છે. આ કારીગરોની ક્યાંય નોંધ નથી. જેને કારણે સોની બજાર અને શહેરની સુરક્ષા જોખમમાં મુકાઇ શકે છે. ત્યારે હવે રહી રહીને રાજકોટ પોલીસ જાગી છે અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Rajkot : ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાતા RPFના મહિલા જવાને બચાવ્યા, Videoમાં જોવો દિલધડક રેસ્કયુ

આ જાહેરનામાં મુજબ જો કોઈ વ્યક્તિ પોતાના ઘર,કારખાના,ઔધોગિક એકમ,દુકાન વગેરે જગ્યાએ બહારથી આવતા લોકોને નોકર તરીકે, કારીગર તરીકે, મજૂર તરીકે અથવા કોઈ પણ રીતે કામે રાખે અને કોઈપણ વ્યક્તિને મકાન ભાડે આપે તો તેની નોંધ સિટીઝન પોર્ટલમાં તેની વિગત અપલોડ કરવાની રહેશે અને નજીકના પોલીસ સ્ટેશનમાં તેની નોંધ કરાવવાની રહેશે. જે અંતર્ગત SOG દ્વારા સોની બજારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

16 લોકો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

રાજકોટ SOG દ્વારા સોની બહાર અને શહેરના અન્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક જ દિવસમાં આ જાહેરનામાનો ભંગ કરનાર 16 લોકો વિરુદ્ધ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં 9 સોની વેપારીઓ સામે કારીગરોની નોંધ ન કરાવવાના કારણે ગુનો નોંધાયો અને અન્ય લોકો વિરુદ્ધ મકાન ભાડે આપીને તેની પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવવાના કારણે ગુનો નોંધાયો હતો. આમ સોની બજારમાંથી આટલા મોટા ષડયંત્ર સાથે સંકળાયેલા શખ્સો ઝડપાયા બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે.

બહારથી આવેલા લોકો દ્વારા થતા ગુનાઓનું પ્રમાણ વધ્યું

રાજકોટમાં મોટા પ્રમાણમાં ઔધોગિક એકમો આવેલા છે. આ ઉપરાંત મોટી સોની બજાર આવેલી છે. જેમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો મોટી સંખ્યામાં રાજકોટમાં રહે છે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક વખત આવા લોકો દ્વારા હત્યા અને લુંટ જેવા ગુનાઓને અંજામ આપી પોતાના રાજ્યમાં ફરાર થઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ત્યારે આવા લોકોની કોઈ નોંધ ન હોવાને કારણે પોલીસને આવા શખ્સો સુધી પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. જો આ લોકોનું કોઈ રજીસ્ટ્રેશન થયેલું હોય તો તે લોકો ગુનો આચરવામાં પણ વિચાર કરે અને જો ગુનો આચરે તો પોલીસને તેમના સુધી પહોંચવું સરળ બને છે. હવે જોવાનું રહેશે કે પોલીસની આ કાર્યવાહીથી ક્યાં સુધીમાં સોની બજારમાં તમામ બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન થાય છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:17 pm, Fri, 4 August 23

Next Article