સામાન્ય રીતે 90 વર્ષે લોકો વૃધ્ધાવસ્થામાં હોય છે, શારિરીક રીતે અશક્ત હોય છે પરંતુ રાજકોટ (Rajkot) માં એક એવા મહિલા (woman ) છે જેઓ તલવાર સમણે ત્યારે ભલભલા જુવાનોને પણ પાછળ છોડી દે છે.આ મહિલાનું નામ છે મખીબેન જુગાભાઇ ખાંડેખા. મૂળ મોરબી (Morbi) ના ખીરસરા ગામના વતની અને હાલમાં અટિકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના રહેવાસી મખીબેન વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે.તેમની હિંમત અને બહાદુરી આજકાલના યુવાનોને પ્રેરણા આપે તેવી છે.
મખીબેનની બહાદુરીના ચર્ચા આખા વિસ્તારમાં છે થોડા દિવસ પહેલા મખીબેન જ્યાં રહે છે તેની બાજુમાં આવેલા પાનના ગલ્લે અસામાજિક તત્વોએ બબાલ કરી હતી.આ વાતની મખીબેનને જાણ થતા તે ત્યાં પહોંચ્યા હતા અને લાકડી વડે અસામાજિક તત્વોને ત્યાંથી ભગાડ્યા હતા.મખીબેનની બહાદુરીને જોઇને આ વિસ્તારમાં આસામાજિક તત્વો પણ આવતા ડરે છે.રાત્રીના સમયે પોતાની પાસે તલવાર રાખે છે અને એક જાગૃત પાડોશી તરીકેની ફરજ બજાવે છે.
ખીરસરા ગામના વતની મુકીબેન છેલ્લા 50 વર્ષથી રાજકોટમાં રહે છે, 90 વર્ષની ઉંમર પણ વાત કરે ત્યારે ઉંમરની કોઇ છાંટ જોવા મળે નહીં, જાણે યુવાન મહિલા સાથે વાત કરી રહ્યા હોય, મુકીબેને જણાવ્યું હતું કે ગામડાંમાં પશુઓને ચરાવવા જતા ત્યારે સાથે લાકડી હાથમાં રહેતી, અને લાકડી ફેરવતા હતા તેમાંથી તલવાર ફેરવવાનું પણ શીખી ગયા, એક નહીં બંને હાથમાં તલવાર લઇને મુકીબેન તલવાર ફેરવે તો જાણે સાક્ષાત વીરાંગના લાગે, તલવાર અને હાથની ઝડપ જોઇને કોઇ ન કહી શકે આ 90 વર્ષના વૃદ્ધા છે.
#Rajkot: 90-years-old woman performing ‘talvar raas’ is a true inspiration for all.#Gujarat #TV9News pic.twitter.com/rGjZlBuC6a
— Tv9 Gujarati (@tv9gujarati) April 11, 2022
મખીબેને આજની યુવાપેઢી અને ખાસ કરીને યુવતીઓને પ્રેરણા આપતા કહી રહ્યા છે કે કોઇનાથી ડરવું નહિ અને હિંમતથી આગળ વધવું.આજના સમયમાં યુવતીઓની છેડતી અને બળજબરીના કિસ્સાઓ વધી રહ્યા હોય છે ત્યારે મખીબેન જેવી વિરાંગના મહિલાઓ યુવતીઓને હિંમતની પ્રેરણા પૂરી પાડે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પમાં બે વર્ષ બાદ ઉજવાશે હનુમાન જયંતી મહોત્સવ, શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવશે
આ પણ વાંચોઃ Anand : રામ નવમીના દિવસે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસ એક્શનમાં, 8 લોકોની ધરપકડ અને CCTVનાં આધારે તપાસ શરૂ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 2:00 pm, Mon, 11 April 22