Rajkot: થોડા દિવસો પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગત 14 જુલાઇના રોજ ગોંડલના ગુંદાળા ગામે આવેલા રિદ્ધિ સિદ્ધિ નામના ગોડાઉનમાંથી 800 થી વધુ પેટી ભરેલું ટેલર પકડાયું હતું. આ દરોડાના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્રારા આ ઘટનાની ગંભીરતાને જોતા એલસીબીના 4 અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના 8 પોલીસ કોન્સટેબલની જિલ્લા બહાર બદલી કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
• અજીતસિંહ ગંભીર ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી
• ગિરિરાજસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી
• રાજેશભાઈ તાવીયા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં બદલી
• રવિભાઈ ચાવડા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી
• શક્તિસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી
• વિરેન્દ્રસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર બદલી
• અમરદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી
• વિશ્વજીતસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી
• વાસુદેવસિંહ જાડેજા LCB બ્રાન્ચમાંથી દેવભૂમિ દ્વારકા બદલી
• નરેન્દ્રસિંહ રાણા LCB બ્રાન્ચમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી
• જયંતિ મજેઠીયા LCB બ્રાન્ચમાંથી જામનગર જિલ્લામાં બદલી
• અમુભાઈ વિરડા LCB બ્રાન્ચમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી
રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં SMC દ્રારા એક જ મહિનામાં બે મોટા દરોડા કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં SMC દ્રારા 4 જેટલા દરોડા કરવામાં આવ્યા છે જેમાં…
અગાઉ પણ બીલિયાળામાંથી પકડાયેલા દારૂના જથ્થાના પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં તમામ કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરવા આદેશ અપાયા છે.
આ પણ વાંચો : ચોરીના આરોપમાં પોલીસે ઢોર માર મારતા વૃદ્ધનું મોત થયુ હોવાનો આક્ષેપ, મોં માં બંદુક મુકીને ગુનો કબુલવા દબાણ કરવાનો આરોપ
રાજકોટ રેન્જ આઇજી દ્રારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે જિલ્લા બહાર બદલી કરાયેલા તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા આદેશ કરાયો છે.જો કે સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે આ દરોડાના હજુ ઘેરા પ્રત્યાધાતો પડી શકે છે અને કોન્સટેબલ બાદ ઉચ્ચ અધિકારીઓ પર પણ કાર્યવાહી થઇ શકે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો