Rajkot : આપણે 21 મી સદીમાં જીવી રહ્યા છીએ. છતા હજુ પણ જુની પુરાણી અંધશ્રદ્ધાઓ (Superstition) હજુ પણ જાણે સદીઓ સુધી ન જવાની હોય તેવુ લાગી રહ્યુ છે. અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે. ફરી એક વાર માતા-પિતાની અધશ્રદ્ધાનો ભોગ એક માસુમને બનવુ પડ્યુ છે. રાજકોટમાં ફરી એક માસુમને વગર વાંકે ડામ અપાયા છે. રાજકોટમાં 10 જ મહિનાની બાળકીના પેટ પર ડામ અપાયા હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો-અરે બાપ રે ! પત્નીને ઝેરી સાપ કરડ્યો તો પતિ સાપ સાથે જ પત્નીને લઇને હોસ્પિટલ દોડ્યો, જૂઓ Video
રાજકોટમાં અંધશ્રદ્ધામાં ઓળઘોળ પરિવારે પોતાના જ માસુમ સાથે અત્યાચાર કર્યો છે. અંધશ્રદ્ધાની ઘટના ફરી રાજકોટમાંથી સામે આવી છે. બાળકીને શરદી અને ઉધરસની તકલીફ હતી, પરંતુ માતા-પિતા તબીબ પાસે જવાને બદલે તાંત્રિક પાસે પહોંચી ગયા હતા. આ માસુમ બાળકી સુરેન્દ્રનગરના વડગામની છે. જ્યાં તેના માતા-પિતા દવા કરવાને બદલે સિકોતર માતાજીના મંદિરે લઈ ગયા હતા. અહીં તેને ગરમ સોય કરીને પેટના ભાગે ડામ અપાયા. બીમારી તો દૂર ન થઈ, પરંતુ બાળકીની સ્થિતિ બગડી ગઈ હતી. જો કે સૌથી પહેલા જ્યાં જવાનું હતું, તે હોસ્પિટલમાં પરિવાર અંતે પહોંચ્યો હતો. હાલ બાળકીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઈ છે.
જો કે વાત આટલેથી અટકતી નથી. માત્ર અંધશ્રદ્ધા નહીં, પણ આર્થિક સંકડામણ પણ પરિવારના અંધશ્રદ્ધા પાછળ દોડવાનું કારણભૂત છે. જે બાળકીને ડામ અપાયા તેના પિતાએ કહ્યું કે, તેને અમે શરદી-ઉધરસની દવા કરાવવા આવ્યા હતા, પરંતુ ખર્ચો પોસાય તેમ ન હતો. જેથી દસાડા તાલુકાના મંદિરે ગયા હતા. જ્યાં વૃદ્ધાએ બાળકી સાજી થશે તેમ કહીને ડામ આપ્યા હતા. માસુમની તબિયત હવે સ્થિર છે, પરંતુ આ ઘટનાને અનેક સવાલો ઉઠાવ્યા છે. સવાલ એ થાય છે કે હજુ પણ લોકો આવી માન્યતામાં જીવે છે ?