Rajkot: રાજકોટમાં દુકાનદારની નજર ચુકવીને મહિલા સાડી ચોરીને રફુચક્કર, CCTV માં થઈ કેદ, જુઓ Video

|

Jul 14, 2023 | 12:05 PM

મહિલાએ નજર ચુકવીને સીફતપૂર્વક સાડીની ચોરી કરીને દુકાનમાંથી બહાર નિકળી જઈ રહી છે. સાડી ચોરતી આ મહિલાઓનો વિડીયો સામે આવ્યો છે અને તે હવે વાયરલ થવા લાગ્યો છે.

Rajkot: રાજકોટમાં દુકાનદારની નજર ચુકવીને મહિલા સાડી ચોરીને રફુચક્કર, CCTV માં થઈ કેદ, જુઓ Video
સાડી ચોર મહિલા CCTVમાં કેદ

Follow us on

 

રાજકોટમાં એક મહિલાએ સાડીની દુકાનમાંથી સાડી ચોરતા CCTV માં કેદ થઈ છે. મહિલાએ નજર ચુકવીને સીફતપૂર્વક સાડીની ચોરી કરીને દુકાનમાંથી બહાર નિકળી જઈ રહી છે. સાડી ચોરતી આ મહિલાઓનો વિડીયો સામે આવ્યો છે અને તે હવે વાયરલ થવા લાગ્યો છે. ઘટના લાખાજી રોડ પરની છે. જ્યા એક દુકાનમાં મહિલા સાડી ખરીદવા ગ્રાહકના રુપમાં આવે છે અને જ્યા દુકાનદારની નજર ચુકવીને તે સાડીને પોતાની પાસે રહેલી એક બેગમાં ભરી દે છે અને બાદમાં તે રફુચક્કર થઈ જાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દુકાન દાર અન્ય ગ્રાહકને સાડી બતાવવામાં વ્યસ્ત હોય છે. એ દરમિયાન જ આ મહિલા નજર ચૂકવતા સાડીને સીધી જ પોતાની બેગમાં સરકાવી દે છે. ઘટનામાં બે મહિલાઓ વિડીયોમાં જોવા મળી રહી છે. જેમાંથી એક મહિલા છે જે, આ સાડીને ચોરી કરીને આરામથી દરવાજો ખોલીને દુકાનની બહાર નિકળીને રફુચક્કર થઈ જાય છે. ઘટનાનો વિડીયો હવે વાયરલ થવા લાગ્યો છે. આ પહેલા એક ટામેટા ચોરીનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે.

 

આ પણ વાંચો : Sabarkantha: ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવા જતા ગૂમ 9 ગુજરાતીઓનો મામલો, પોલીસે વધુ એક એજન્ટ ઝડપ્યો, થયો મોટો ખુલાસો

 

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article