રાજકોટ : ધોરાજી પંથકના ખેડૂતોની હાલત કફોડી, બજારમાં ટામેટાનો ભાવ વધારે પણ ખેડૂતોને નથી મળતો યોગ્ય ભાવ

|

Nov 29, 2021 | 12:49 PM

ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડના ટામેટાના હોલસેલ વેપારીનું કહેવું છે કે હાલ સ્થાનિક ટામેટાની આવક નથી. ટામેટા અન્ય રાજ્યમાંથી આવી રહ્યા છે. જેને કારણે ભાવ આસમાને પહોંચી ગયા છે. આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રમાંથી ટામેટાની આવક શરૂ થશે તો ભાવ સમતોલ થઈ જશે.

રાજકોટ : ધોરાજી પંથકના ખેડૂતોની હાલત કફોડી, બજારમાં ટામેટાનો ભાવ વધારે પણ ખેડૂતોને નથી મળતો યોગ્ય ભાવ
ખેડૂતોને ટામેટાનો યોગ્ય ભાવ મળતો નથી

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં ટામેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. બજારમાં ટામેટા ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોને એમના પકવેલ ટામેટાના યોગ્ય ભાવ ના મળતા હોવાનો ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યાં છે.

હાલમાં વાત કરીએ તો ટામેટાના ભાવ આસમાને છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના દૂધી વદર ગામના ખેડૂતોની કે જેઓ આજે વર્ષોથી પરંપરાગત રીતે શાકભાજીની ખેતી કરે છે. અને ખાસ કરીને ટામેટાનું વાવેતર કરે છે. ખેડૂતનું કહેવું છે કે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની હાલત છેલ્લા બે વર્ષ થી કફોડી બની ગઈ છે. આં વર્ષ ખેડૂતોએ મે મહિનામાં ટામેટાનું વાવેતર કર્યું મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર સહિતની વસ્તુઓનું ઉપયોગ કર્યું અને એક વીઘા દીઠ અંદાજિત 30 હજાર જેટલો ખર્ચ કર્યો. પરંતુ જાણે ખેડૂતો પર કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. ટામેટાનું ઉત્પાદનનો સમય આવ્યો તે સમયે અતિ વૃષ્ટિ થયાને કારણે ટામેટાના પાકનું ધોવાણ થયું અને વાવેતરથી લઇ અને ઉત્પાદન સુધી ખર્ચ પાણીમાં ગયો.

ખેડૂતોનું કહેવું છે કે સતત માવઠા અતિવૃષ્ટિ અને કોરોનાના કારણે લોક ડાઉનથી ખેડૂતોની કમર તૂટી ગઈ ઉપજના પૂરતા ભાવ ના મળ્યા અને એક વાર ટામેટાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાક ઉખેડી ફેંકવાની નોબત આવી અને બીજી વાર ફરી વાવેતર કર્યું. હવે જે ખેડૂતોના ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે, ત્યારે હોલસેલના વેપારીઓ ભાવ મુદ્દે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. અને એક કિલોના માત્ર 40 થી 50 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જ્યારે બજારમાં ટામેટા પ્રતિ કિલો 100 થી 120 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડના ટામેટાના હોલસેલ વેપારીનું કહેવું છે કે હાલ સ્થાનિક ટામેટાની આવક નથી. ટામેટા અન્ય રાજ્યમાંથી આવી રહ્યા છે. જેને કારણે ભાવ આસમાને પહોંચી ગયા છે. આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રમાંથી ટામેટાની આવક શરૂ થશે તો ભાવ સમતોલ થઈ જશે.

 

આ પણ વાંચો : વેપારીઓ ચેતી જતો, આ રીતે Paytm થી પેમેન્ટ કર્યાના નામે અમદાવાદમાં વેપારીઓને છેતરી રહ્યા છે ઠગ

આ પણ વાંચો : હાઇવે પર થતા અકસ્માતો પાછળ ડ્રાયવરનો થાક અને ઊંઘ જવાબદાર, મુંબઈ-પુણે એક્સપ્રેસ વેના ઓડિટમાં સામે આવી વિગત

Next Article