રાજકોટઃ બેડી માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, હરાજીનું કામકાજ ફરી થયું શરૂ

|

Feb 27, 2020 | 5:08 AM

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચાલી રહેલી હડતાળનો આખરે 9 દિવસે અંત આવ્યો છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ દલાલ મંડળ સામે આકરું વલણ અપનાવતા હડતાળ આખરે પૂર્ણ થઈ છે. જો કે દલાલ મંડળના આગેવાનો એવો દાવો કરી રહ્યા છે કે તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાતચીત કરી છે અને ત્યારબાદ તેમણે આ હડતાળ પૂર્ણ કરી છે પરંતુ […]

રાજકોટઃ બેડી માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, હરાજીનું કામકાજ ફરી થયું શરૂ

Follow us on

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચાલી રહેલી હડતાળનો આખરે 9 દિવસે અંત આવ્યો છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ દલાલ મંડળ સામે આકરું વલણ અપનાવતા હડતાળ આખરે પૂર્ણ થઈ છે. જો કે દલાલ મંડળના આગેવાનો એવો દાવો કરી રહ્યા છે કે તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાતચીત કરી છે અને ત્યારબાદ તેમણે આ હડતાળ પૂર્ણ કરી છે પરંતુ માર્કેટ યાર્ડના સત્તાધીશોના આકરા વલણ સામે દલાલ મંડળનું કંઈ ચાલ્યું નહીં એટલે હડતાળનો અંત આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: સ્મીમેર હોસ્પિટલમાં બનેલી ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં, આંતરિક ફરિયાદ સમિતિનું પુનઃગઠન કરવામાં આવ્યું

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેમ કે દલાલ મંડળના ઉગ્ર વલણ બાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ પણ આકરું પાણી બતાવ્યું હતું અને દલાલ મંડળની ઓફિસને તાળું મારીને ચીમકી આપી હતી કે જો હડતાળ પૂર્ણ નહીં થાય તો તેઓ દલાલ મંડળના લાયસન્સ પણ રદ કરી દેશે. માર્કેટ યાર્ડના સત્તાધીશોના આવા ઉગ્ર વલણ બાદ દલાલ મંડળ કૂણું પડી ગયું અને હડતાળ સમેટી લીધી. એટલે હવે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article