ઉતરાયણ પર્વ માટે રાજકોટ પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ, સાંભળો પોલીસ કમિશ્નરે શું કહ્યું?

|

Jan 10, 2021 | 9:27 PM

ઉતરાયણને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પર પતંગ નહીં ઉડાવી શકાય.

ઉતરાયણને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પર પતંગ નહીં ઉડાવી શકાય. સાથે જ આ જાહેરનામામાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે મોટા સ્પીકર, સાઉન્ડ કે ડીજે પણ વગાડી નહીં શકાય. રાજકોટ પોલીસ કમિશ્નર બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા કહ્યું હતું કે કોરોનાના સંક્રમણને અટકાવવા વધુ ભીડ સોસાયટીના ધાબાઓ કે જાહેર સ્થળો પર કરવા ઉપર પણ પ્રતિબંધ છે. ફક્ત પરિવાર અને ઓછા સભ્યો સાથે જ ઉતરાયણ પર્વને ઉજવી શકાશે.

 

 

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર પેંગ્વિન એન્જિનિયરિંગ, હાઈજેનિક પાઉંભાજી મશીન ટૂંક સમયમાં કરશે લોન્ચ

Published On - 9:21 pm, Sun, 10 January 21

Next Video