આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર પેંગ્વિન એન્જિનિયરિંગ, હાઈજેનિક પાઉંભાજી મશીન ટૂંક સમયમાં કરશે લોન્ચ

‘કભી કોઈ ધંધા છોટા નહીં હોતા’ આ વાક્ય એક ગુજરાતી જ બોલી શકે, સમજી શકે અને આ કન્સેપ્ટને સર્પોટ કરે છે પેંગ્વીન એન્જીનિયરીંગ. આ કંપની લોકોની જરૂરિયાત મુજબ મશીનોનું નિર્માણ કરે છે

  • tv9 webdesk39
  • Published On - 20:21 PM, 10 Jan 2021
Penguin industry to launch self-reliant India-leading, hygienic pavbhaji machine soon

‘કભી કોઈ ધંધા છોટા નહીં હોતા’ આ વાક્ય એક ગુજરાતી જ બોલી શકે, સમજી શકે અને આ કન્સેપ્ટને સર્પોટ કરે છે પેંગ્વીન એન્જીનિયરીંગ. આ કંપની લોકોની જરૂરિયાત મુજબ મશીનોનું નિર્માણ કરે છે અને નાના નાના કામમાં આવતા ઓટોમેટિક મશીન બનાવે છે, પેંગ્વીન એન્જીનિયરીંગ મુખવાસ માટે મશીન, પાણી પુરીનું મશીન, ઓટોમેટિક સેનીટેશન મશીન, શેરડીનો રસ કાઢવાનું મશીન વગેરે બનાવ્યુ છે, આ કંપની ફૂડ ઈન્ડસ્ટ્રીને હાઈજેનિક બનાવવા માટે ઓટોમેટિક મશીન્સ બનાવે છે, જેથી તેમાં હ્યુમન ટચના આવે, પેંગ્વીન એન્જીનિયરીંગએ એક એવી કપની છે કે જે તમારી જરૂરિયાત પ્રમાણે તમને મશીન બનાવી આપશે, પેંગ્વીન એન્જીનિયરીંગ ફક્ત ભારતમાં બનતા પાર્ટસનો જ ઉપયોગ કરે છે અને કોઈપણ સાધન બહારથી મંગાવતી નથી, તમને જણાવી દઇએ કે આ કંપની હવે પાઉંભાજીની મશીન તૈયાર કરવા જઈ રહી છે.