RAJKOT : મોતનું અટ્ટહાસ્ય, સ્મશાનના દ્રશ્યો તમને હચમચાવી નાખશે, મૃતદેહોનું વેઇટીંગ

|

Apr 16, 2021 | 2:07 PM

RAJKOT : શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે અને મોતનો આંક પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં 52 જેટલા પોઝિટિવ દર્દીઓના મોત થયા છે ત્યારે રાજકોટના 80 ફૂટ બાપુનગર સ્મશાન ગૃહના દ્રશ્યો સામે આવ્યા છે

RAJKOT : મોતનું અટ્ટહાસ્ય, સ્મશાનના દ્રશ્યો તમને હચમચાવી નાખશે, મૃતદેહોનું વેઇટીંગ
Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો

Follow us on

RAJKOT : શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે અને મોતનો આંક પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં 52 જેટલા પોઝિટિવ દર્દીઓના મોત થયા છે ત્યારે રાજકોટના 80 ફૂટ બાપુનગર સ્મશાન ગૃહના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં એક સાથે 8 મૃતદેહો વેઇટીંગમાં જોવા મળે છે.

આ દ્રશ્યો આપને હચમાચાવી દેશે. આ દ્રશ્યો આપને રાજકોટ શહેરની ગંભીરતા સમજાવી શકે છે.આ દ્રશ્યો જોઇને આપ કોરોનાની ગંભીરતા સમજી જજો અને સાવચેતી રાખજો.

રાજકોટમાં 16 દિવસ 541 દર્દીઓના મોત

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

સરકારી ચોપડે નોંધાયેલા આંકડા

એપ્રિલ મહિનામાં તારીખ પ્રમાણે જોઇએ તો

01  11 મોત

02  12 મોત

03 13 મોત

04 14 મોત

05 16 મોત

06 19 મોત

07 24 મોત

08 31 મોત

09 34 મોત

10 32 મોત

11 45 મોત

12 42 મોત

13  59 મોત

14  55 મોત

15 82 મોત

16 52 મોત

મોતનો આંકડો કાબુમાં લેવો જરૂરી

રાજકોટમાં છેલ્લા 16 દિવસમાં મોતનો આંકડો વાયુ વેગે આગળ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે મોતના કારણ આંગેની સમિક્ષા કરવી ખૂબ જ જરૂરી છે.શહેરમાં ખાનગી બેડ હાઉસફુલ છે. અને હોસ્પિટલમાં વેઇટીંગ છે ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ સાવચેત થવી જરૂરી છે.

તંત્રએ બે દિવસમાં 137 મોત જાહેર કર્યા, 4 સ્મશાનમાં 331ની અંતિમવિધિ થઈ

રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન થતાં દર્દીઓનાં મોતનો આંક રાજ્યમાં સૌથી વધારે હોવાનું સામે આવ્યું છે. જોકે આ ફક્ત તંત્રએ જાહેર કરેલા આંકડા છે. જેમાં બે દિવસમાં 137નાં મોત થયાનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે, પણ, એક જાણીતા અખબારના રિપોર્ટ અનુસાર માત્ર કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ થાય છે એ ચાર સ્મશાનમાં બે દિવસમાં આંક મેળવતાં 331 મૃતદેહની અંતિમવિધિ કરાઈ હોવાનું સામે આવ્યું છે. એટલે કે તંત્રના જાહેર કરેલા આંકથી ત્રણ ગણા મૃતદેહો સ્મશાન લઇ જવાયા હતા અને તંત્રની વધુ એક પોલ ખૂલી હતી.

અંતિમક્રિયા કરતા કર્મચારીઓ પોઝિટિવ, બેડ પણ માંડ મળ્યાં

રામનાથપરા સ્મશાનગૃહમાં મૃતદેહોની અંતિમવિધિ કરતા કર્મચારીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટીન કરાયા છે. આ કારણે અંતિમવિધિ કરવા માટે ખાસ મોરબીથી માણસો બોલાવાયા હતા, એ પણ જતા રહેતાં મનપાએ સ્ટાફ ફાળવ્યો હતો, પણ આ સ્ટાફને અંતિમવિધિ અનુકૂળ ન આવતાં એક જ રાતમાં ચાલ્યા ગયા હતા, જેથી નાયબ કમિશનર એ.આર. સિંઘ સ્મશાને પહોંચ્યા હતા અને ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ, અન્ય ત્રણ સ્મશાનમાં પણ કર્મચારીઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે. એક કર્મચારીનું ઓક્સિજન ઘટતાં સંચાલકોએ ભલામણ કરતાં પણ બેડ ન મળતાં સિવિલ હોસ્પિટલ મોકલવા પડ્યા છે.

Published On - 1:17 pm, Fri, 16 April 21

Next Article