રાજકોટ : સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, કપાસનું પણ મોટું ઉત્પાદન

|

Oct 18, 2021 | 1:32 PM

જામનગરના કાલાવડ APMCમાં કપાસ અને મગફળીની પુષ્કળ આવક નોંધાઇ છે. APMCમાં કપાસના એક મણના 1750 જેટલો ભાવ બોલાઇ રહ્યો છે. જયારે મગફળીના એક મણના 1225 જેટલો ભાવ મળ્યો છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં 1 લાખ 75 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. ખેડૂતોને 20 કિલો મગફળીના 900 થી 1200 સુધીના ભાવ મળ્યાં છે. માર્કેટયાર્ડ તરફથી મગફળી રાખવાની યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવ્યા છે. ગોંડલ APMCના ચેરમેનના મતે સૌરાષ્ટ્રમાં મગફળીનું વ્યાપક વાવેતર થયું છે. જેથી આગામી એકથી દોઢ મહિના સુધી મગફળીની બમ્પર આવક ચાલુ રહેશે.

દશેરા બાદ માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો નોંધાયો છે.રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે.કપાસની બે હજાર ગાંસડીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા યાર્ડ કપાસથી ઉભરાયું છે.તેમજ ખુલ્લી બજારમાં નબળા કપાસના પણ સારા એવા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે. કપાસના પ્રતિ મણ 800 થી લઈને 2000 ભાવ મળતા ખેડૂતોમા હરખની હેલી જોવા મળી છે. અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખેડૂતો કપાસ વેચવા ઉમટી પડ્યા છે.

જામનગરના કાલાવડ APMCમાં કપાસ અને મગફળીની પુષ્કળ આવક નોંધાઇ છે. APMCમાં કપાસના એક મણના 1750 જેટલો ભાવ બોલાઇ રહ્યો છે. જયારે મગફળીના એક મણના 1225 જેટલો ભાવ મળ્યો છે. આજે કપાસની વીસ હજાર મણ કપાસની આવક નોંધાઇ છે. તો મગફળીની 14000 મણ જેટલી આવક થઈ છે. સાથે જ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે..ગયા વર્ષ કરતા આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારું થયું છે.. તેમ છતાં તેલના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા જણાતી નથી. ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એસોસિએશને શક્યતા વ્યક્ત કરી છે કે દિવાળીના તહેવારોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2500થી 2600 રૂપિયા રહેશે.

Next Video