RAJKOT : ઑમિક્રૉનને લઇને IMAએ જાહેર કરી માર્ગદર્શિકા, દસ મહત્વના સૂચનો જાહેર કર્યા

| Edited By: | Updated on: Dec 08, 2021 | 12:38 PM

રાજકોટમાં ઑમિક્રૉન વાઇરસને લઈને IMAએ માર્ગદર્શિકા જાહેર કરી છે. નોંધનીય છેકે ઑમિક્રૉન વાયરસને લઇને સ્વનિર્ભર શાળા સંચાલકોએ IMA પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેને અનુસંધાને આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

RAJKOT : હાલ સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાની દહેશત ફેલાઇ છે. તેમાંપણ કોરોનાના નવા વેરિએન્ટ ઑમિક્રૉન વાયરસથી ખળભળાટ મચ્યો છે. ત્યારે રાજકોટમાં ઑમિક્રૉન વાઇરસને લઈને IMAએ માર્ગદર્શિકા જાહેર કરી છે. નોંધનીય છેકે ઑમિક્રૉન વાયરસને લઇને સ્વનિર્ભર શાળા સંચાલકોએ IMA પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેને અનુસંધાને આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે ૧૦ જેટલા સૂચનોની માર્ગદર્શિકા જાહેર કરી છે.

આ માર્ગદર્શિકામાં આ દસ સૂચનો આપવામાં આવ્યા છે.

1) શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવે

2) પોતાના નાસ્તા બોક્સમાં શક્યતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવે

3) વિદ્યાર્થી એન -૯૫ માસ્ક પહેરીને આવે

4) વિદ્યાર્થી દહી-છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે

5) શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહી-છાસ જેવા ઠંડા પદાર્થ નાં આપે.

6) શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ એન -૯૫ માસ્ક પહેરે

7) શિક્ષકો ભણાવતી વખતે ફેસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે

8) કોઈપણ બાળકનાં શાળામાં પ્રવેશ વખતે જ એને તાવ,શરદી,ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે.

9) શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ એન -૯૫ માસ્ક જ પહેરે

10) વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરાપણ તાવ,શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ ના મોકલે.

 

આ પણ વાંચો : Vibrant Gujarat Summit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દુબઇમાં વર્લ્ડ એક્સપોની મુલાકાતથી પ્રવાસનો પ્રારંભ કરશે

આ પણ વાંચો : Health Tips: સુખી લગ્ન જીવન માટે માત્ર કુંડળી જ નહીં, પરંતુ અચૂક જુઓ આ 5 મેડિકલ ટેસ્ટ રિપોર્ટ