Rajkot : જેતલસર હાઈવે પર કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા, દંપતીનુ ઘટના સ્થળે મોત

રાજકોટના જેતલસર ગામ નજીકના હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. બાઈક સવાર દંપતીને કાર ચાલકે અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધ દંપતિનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતુ. બાઈક સવાર દંપતી છોડવડી ગામથી જેતલસર જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત નડ્યો હતો.

Rajkot : જેતલસર હાઈવે પર કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા, દંપતીનુ ઘટના સ્થળે મોત
| Edited By: | Updated on: Mar 23, 2023 | 1:54 PM

રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના જેતલસર ગામ નજીકના હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. બાઈક સવાર દંપતીને કાર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધ દંપતિનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતુ. બાઈક સવાર દંપતી છોડવડી ગામથી જેતલસર જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટમાં 45 મિનિટમાં પોણો ઇંચ વરસાદ, યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી અને મેહનત બંને પર પાણી ફરી વળ્યું

અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દંપતીના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પોંહચી તપાસ હાથ ધરી હતી.

 

રાજ્યમાં બનેલી અન્ય અકસ્માતની ઘટના

ગઈકાલે મહેસાણાના ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતુ. અકસ્માત થતા તાત્કાલીક ધોરણે બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે સિવીલ હોસ્પિટલમાં ઠાકોર હીરાબેન અને ઠાકોર રમેશજી નામના ઇજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસને તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત મનપાની કચરાગાડીના ચાલકે વધુ એકનો ભોગ લીધો છે. દાણા-ચણાની લારી ચલાવતા યુવકને કચરાગાડીની અડફેટે લેતા યુવકનું મોત થયુ છે. મનપાની કચરાની ગાડીના ચાલકે લારી સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ ઘટના સ્થળે આવી પોંહચી હતી. ઉધના પોલીસે ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.