Gujarati Video : વરસાદની આગાહી છતાં ધોરાજી માર્કેટયાર્ડની બેદરકારી, ખુલ્લા મેદાનમાં પડેલી જણસી પલળી

Gujarati Video : વરસાદની આગાહી છતાં ધોરાજી માર્કેટયાર્ડની બેદરકારી, ખુલ્લા મેદાનમાં પડેલી જણસી પલળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 9:23 AM

કમોસમી વરસાદને પગલે જણસીની આવક નહીં કરવામા આવે. ઘઉં, ધાણા અને ચણા લઈને ખેડૂતોને ન આવવા અપીલ કરી છે. તો માવઠાની આગાહી વચ્ચે ધોરાજી APMCની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજી APMCમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઘઉં પલળી ગયા છે.

છેલ્લા પાંચ છ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોમાસા જેવો માહોલ થયો છે. છતાં રાજકોટના જેતપુરમાં સત્તાધીશો નિંદ્રાધીન હોય તેમ ખેડૂતોની જણસી પર પાણી ફરી વળ્યું હતુ. કમોસમી વરસાદ છતા પણ જેતપુર માર્કેટ યાર્ડમાં મરચાની ભારીઓ, ઘઉં, ધાણા સહિતનો પાક પલળી ગયો છે. તો રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ઘઉં અને ધાણાંની જણસી પલળી જતાં બેડી માર્કેટ યાર્ડે મહત્વનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો : World Water Day 2023 : રાજકોટમાં 10 વર્ષમાં પાણીની જરૂરિયાત બમણી થશે, જળસ્તર ઉંચું લાવવા બોર રિચાર્જ કરશે મહાનગરપાલિકા

ધોરાજી APMCની ઘોર બેદરકારી

કમોસમી વરસાદને પગલે જણસીની આવક નહીં કરવામા આવે. ઘઉં, ધાણા અને ચણા લઈને ખેડૂતોને ન આવવા અપીલ કરી છે. તો માવઠાની આગાહી વચ્ચે ધોરાજી APMCની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજી APMCમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઘઉં પલળી ગયા, શેડની અંદર જણસી રાખવાની જગ્યા ન હોવાથી ખુલ્લા મેદાનમાં પડેલા ઘઉં પલળી જતાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

તો આ તરફ માવઠાના કારણે જામનગર જિલ્લામાં પણ ખેડૂતોને મોટાપાયે નુકસાન થયુ છે. જામનગર જિલ્લાના 3 તાલુકામાં માવઠા બાદ થયેલા નુકસાન અંગે સરવે કરવાનું ખેતીવાડી વિભાગે આયોજન કર્યું છે. જામનગર, કાલાવડ અને લાલપુર તાલુકાના 25 ગામોમાં સરવે હાથ ધરવામાં આવશે. ખેતીવાડી વિભાગે સરવે માટે 7 ટીમની રચના પણ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">