ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા વરસાદના(Rain) પગલે રાજ્યના મોટાભાગના જળાશયો અને ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ(Rajkot) જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો છે. ભાદર ડેમની જળસપાટી 33.50 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની કુલ સપાટી 34 ફૂટની છે.
જેના પગલે જેતપુર, વીરપુર, ગોંડલના પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. આ ઉપરાંત રાજકોટના અમુક વિસ્તારની પીવાની પાણીની સમસ્યા હળવી બની છે.
જો કે ભાદર ડેમમાં પાણીની આવક વધતા 22 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ગોંડલ તાલુકા, જેતપુર તાલુકા, જાંકડોરણા તાલુકાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર -1 ડેમમાં હાલ 544 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પંથકમાં ભારે વરસાદ પડતા ભાદર ડેમમાં પાણીની આવક વધી છે.
આ પણ વાંચો : Jamnagar માં ધોરણ ચાર અને પાંચના વિધાર્થીઓને મંજૂરી વિના શાળાએ બોલાવાયા, વિડીયો વાયરલ
આ પણ વાંચો :અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ
Published On - 9:42 am, Sat, 25 September 21