Rajkot: કોરોના વેક્સીનને લઈને અનેરો ઉત્સાહ, વેક્સીન સેન્ટરની બહાર લાંબી લાઈનો

|

May 01, 2021 | 11:04 AM

રાજ્યમાં 1 મેંથી 18 વર્ષથી ઉપરના લોકોની વેક્સીન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વેકિસનને લઈને યુવાવર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટમાં (Rajkot) વહેલી સવારથી જ વેક્સીન સેન્ટરમાં લાંબી લાઈનો જોવા મળી છે.

Rajkot: કોરોના વેક્સીનને લઈને અનેરો ઉત્સાહ, વેક્સીન સેન્ટરની બહાર લાંબી લાઈનો
રાજકોટ

Follow us on

રાજ્યમાં 1 મેંથી 18 વર્ષથી ઉપરના લોકોની વેક્સીન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વેકિસનને લઈને યુવાવર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટમાં (Rajkot) વહેલી સવારથી જ વેક્સીન સેન્ટરમાં લાંબી લાઈનો જોવા મળી છે.

રાજકોટમાં(Rajkot) અલગ-અલગ 48 સ્કૂલોમાં વેક્સીનને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 300 લોકોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ સાથે જ સાંજ સુધીમાં એક સેન્ટર પર 200 લોકોને વેક્સીન આપવામાં આવશે. રાજકોટમાં 10000 હજાર લોકોને વેક્સીન આપવાનો ટાર્ગેટ છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

તો સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજકોટમાં WHOના નિષ્ણાંત તબીબને તૈનાત કરવામાં આવ્યા છે. WHOના નિષ્ણાંત ફિઝિશ્યન ડો.ગોર્ડન નરોરાએ રાજકોટમાં દર્દીઓની સારવાર શરૂ કરી છે.સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન આપશે.કોરોનાથી થતા મોત અટકાવવા નિષ્ણાંત તબીબને તૈનાત કરવામાં આવ્યા છે.આ ડોક્ટર મુંબઈની KEM હોસ્પિટલમાં ફરજ બજાવી ચુક્યા છે

Next Article