RAJKOT : બે વર્ષ બાદ લગ્ન સિઝન પૂર બહારમાં ખીલી, લગ્ન સાથે સંકળાયેલા ધંધાઓમાં તેજીનો માહોલ

|

Nov 11, 2021 | 3:54 PM

રાજકોટમાં વર્ષોથી ડેકોરેશનનો ધંધો કરનારા લોકોનું કહેવું છે કે આટલા વર્ષોમાં આવી સિઝન તેમણે પહેલા ક્યારેય નથી જોઈ. તો બીજી તરફ બ્યુટી પાર્લરના ધંધામાં પણ પહેલા ક્યારેય ન આવી હોય તેવી તેજી જોવા મળી રહી છે.

કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે લગ્ન સિઝન પૂર બહારથી ખીલી ઉઠશે. રાજકોટમાં કોરોના કાળ પહેલા જે રીતે લગ્નોત્સવ થતા હતા તે રીતે ધામધૂમથી લગ્નો થશે. શહેરમાં મંડપ સર્વિસ હોય, બ્યુટી પાર્લર હોય કે કર્મકાંડી બ્રાહ્મણ,, તમામને ત્યાં માર્ચ 2022 સુધીના બુકિંગ ફુલ થઈ ગયા છે. લોકોએ પોતાના દીકરા-દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કરી લીધુ છે. જેના કારણે લગ્ન સાથે સંકળાયેલા તમામ ધંધામાં અત્યારથી જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વર્ષોથી ડેકોરેશનનો ધંધો કરનારા લોકોનું કહેવું છે કે આટલા વર્ષોમાં આવી સિઝન તેમણે પહેલા ક્યારેય નથી જોઈ.

તો બીજી તરફ બ્યુટી પાર્લરના ધંધામાં પણ પહેલા ક્યારેય ન આવી હોય તેવી તેજી જોવા મળી રહી છે. કોરોના કાળની કેદમાંથી જાણે લોકો આઝાદ થયા હોય તેમ લાગી રહ્યું છે. બ્યુટી પાર્લરમાં પણ નવેમ્બરથી લઈને માર્ચ સુધીના બુકિંગ ફુલ થઈ ગયા છે. આ તરફ કર્મકાંડી બ્રાહ્મણો પણ ખુશખુશાલ છે. કારણ કે સંવત ૨૦૭૮નું વર્ષ પ્રમાદી વર્ષ છે. આનંદ ઉત્સાહનું વર્ષ છે. આખા વર્ષ દરમિયાન ૬૩થી વધારે લગ્નના મુહૂર્તો છે. જેથી તેઓ પણ લગ્નો કરાવવા ઉત્સાહિત છે.

આ પણ વાંચો : Pakistan : ભારતના વિરોધ છતાં OICનું પ્રતિનિધિમંડળ LOC પહોંચ્યું, શું મુસ્લિમ દેશોનું સંગઠન ભારત વિરુધ્ધ ઝેર ઘોળી રહ્યુ છે ?

આ પણ વાંચો :  IIT ગ્રેજ્યુએટ છે વિરાટ કોહલીની દીકરીને ધમકી આપનારો આરોપી, 24 લાખ રૂપિયા વાર્ષિક પગારદાર હતો

Next Video