Rajkot: અમુક વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી ત્રાટક્યા મેઘરાજા, હજુ પાંચ દિવસ વરસાદની આગાહી
Rajkot: After a two-day break in Dhoraji and some areas Rain started again

Follow us on

Rajkot: અમુક વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી ત્રાટક્યા મેઘરાજા, હજુ પાંચ દિવસ વરસાદની આગાહી

| Edited By: | Updated on: Sep 17, 2021 | 9:14 PM

રાજકોટના ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરુ થયો છે. શુક્રવારે ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો. આગામી પાંચ દિવસ પણ વરસાદની આગાહી.

રાજકોટના ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરુ થયો છે. મળેલી માહિતી અનુસાર શુક્રવારે ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો. આજે ધોરાજીમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ થવા પામ્યો. બે દિવસના વિરામ બાદ ધોરાજી પાણી પાણી જોવા મળ્યું. ધોધમાર વરસાદને પગલે ધોરાજી શહેરના અનેક વિસ્તાર પાણી ભરાયેલું જોવા મળ્યું. ધોરાજી નદી બજાર, ચકલા ચોક, પીર ખા કૂવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાંના અહેવાલ આવ્યા હતા.

રાજકોટના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ શરુ થયો છે. રાજકોટમાં આજે વરસાદ ખુબ રહ્યો. અનેક વિસ્તારમાં હજુ પાણી ઓસર્યાનથી ત્યાં બીજી તરફ આગામી સમયમાં વધુ વરસાદની આગાહી છે. બીજી તરફ વાત કરીએ જેતપુરની તો ત્યાં પણ આજે મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. તેમજ હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. આ તરફ ડભોઇમાં પણ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આગામી પાંચ દિવસ સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે.. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

તો રાજકોટમાં જ બીજી તરફ જિલ્લાના ઉપલેટામાં ભારે વરસાદને કારણે મોજ નદીના પુરના પાણીએ વિનાશ વ્હોર્યો હતો. ઉપલેટાના રહેણાક વિસ્તારોમાં પુરના પાણી ઘુસી જતા લોકોની ઘર વખરી તણાઈ ગઈ અને કેટલાક મકાનો ધરાશાઇ થઈ ગયા હતા. જેમાં ઉપલેટાના સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા મોજ ડેમના 28 દરવાજા ખોલ્યા પહેલા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારને કોઈ સૂચના આપી ન હતી. જેથી વર્ષોની મહેનતથી કમાયેલી સંપતી તણાઈ ગઈ. ભારે નુકસાન પહોંચતા પુરગ્રસ્ત વિસ્તારના લોકો નોધારા બની જતા તેઓ રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. અને સરકાર સમક્ષ સહાયની પોકાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: PM Modi ના જન્મદિન નિમિત્તે રાજ્યમાં અનેક યોજનાઓથી આટલા કરોડનો લાભાર્થીઓને મળ્યો લાભ

આ પણ વાંચો: સરકારે એક્સપોર્ટર્સને આપી ભેટ! 31 ડીસેમ્બર સુધી કરી શકાશે પેન્ડિંગ ટેક્સ રિફંડ માટે અરજી