Breaking News : કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, પોલીસે કરી અટકાયત, જુઓ વીડિયો

|

Apr 09, 2024 | 12:36 PM

પરશોત્તમ રુપાલા નિવેદનના પગલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવો કર્યો છે. ત્યારે આજે કરણીસેનાના રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

Breaking News : કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, પોલીસે કરી અટકાયત, જુઓ વીડિયો
Raj Shekhawat

Follow us on

પરશોત્તમ રુપાલા નિવેદનના પગલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવો કર્યો છે. ત્યારે આજે કરણીસેનાના રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી છે.  રાજ શેખાવતે  એક વીડિયોમાં જણાવ્યુ હતુ કે જો અમને જો કમલમ સુધી પહોંચવા દેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરીશું .

 

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે રાજ શેખાવતને નજર કેદ કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ એરપોર્ટની બહાર આવતાની સાથે એરપોર્ટ પર ઉપસ્થિત પોલીસના કાફલાએ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. રાજ શેખાવતે આજે 2 વાગ્યે ગાંધીનગરના કમલમ પર પોંહચવાનું આહવાન કર્યું હતુ.

આજે એટલે કે 9 એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરાવની રાજ શેખાવતે  ચીમકી આપી છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજ શેખાવતનું નિવેદન આવ્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ કે ક્ષત્રિય સમાજને આજે 2 વાગ્યે ગાંધીનગર કમલમમાં પહોંચવાનું આહવાન કરવામાં આવ્યુ છે. તેમજ રાજ શેખાવતે કેસરિયા ઝંડા અને દંડા સાથે આવવાનું જણાવ્યુ હતુ.

કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયુ

ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેઓની હાલમાં પોલીસે અટકાયત કરી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે. રાજ શેખાવતના જણાવ્યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” છાવણીમાં ફેરવાઇ ગયુ છે.

મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ખડકાઈ છે. ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, SRP, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:46 am, Tue, 9 April 24

Next Article