એર ઇન્ડિયા (Air India) દ્વારા ભારતીય એજન્ટો માટે ઓસ્ટ્રેલિયા (Australia) અને કેનેડા (Canada) માટેના બુકિંગ (Booking) બંધ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે ટ્રાવેલ એજન્ટોમાં વિરોધ જોવા મળી રહ્યું છે. ખાનગી ટ્રાવેલ એજન્ટો (Private travel agents) નું માનવું છે કે એર ઇન્ડિયા કંપની ભારતીય કંપની છે અને ભારતીય એજન્ટો માટે જ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. એર ઇન્ડિયા પોતાની મનમાની ચલાવી રહી છે જેનો વિરોધ ટ્રાવેલ એજન્ટો કરી રહ્યાં છે. ખાનગી ટ્રાવેલ એજન્ટોના મત મુજબ એર ઇન્ડિયા લોકો પાસેથી ટિકિટના ઊંચા ભાવો લઈ મનમાની કરી રહી છે. જોકે એજન્ટો ને ટિકિટના ભાવ નહિ પણ કમિશન થી મતલબ હોય છે જે એર ઇન્ડિયા બુકિંગ એક્સેસ બંધ કરતા મોટો ફટકો પડ્યો છે.
એક તરફ કોરોના કાળમાં ધંધા બંધ હતા જેમાં ટુરિઝમ ક્ષેત્રને ખુબ મોટી ખોટ આવી હતી ત્યારે હવે જ્યારે લોકો ફરવા જઈ રહ્યાં છે અને કોરોના ઘટવા લાગ્યો છે ત્યારે એર ઇન્ડિયા દ્વારા એક્સેસ બંધ કરી દેતા ખાનગી એજન્ટો ને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા એર ઇન્ડિયા ની ઓફિસ પર આવેદન પત્ર આપી પોતાની વાતની રાજુઆત કરી હતી જે બાદમાં આજે રાજ્યમાંથી અલગ અલગ ટ્રાવેલ્સ એસો.નાં મેમ્બર અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ઓફિસ સામે ધારણા કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.
ટ્રાવેલ એજન્ટ એસો. દ્વારા ચીમકી ઉચ્ચારી છે કે જો એર ઇન્ડિયા દ્વારા આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માં પણ પડત કરશે. રાજ્યના અલગ અલગ એસો. TAFI, TAG, ADTOI, IAT, IATTE, VTAA, TAAR, SATA, RAAG, TAAS સહિતના એસો. જોડાયા હતા.
એર ઇન્ડિયાએ ઓસ્ટ્રોલિયા અને કેનેડા જવા માગતા પ્રવાસીઓ-ટ્રાવેલર જાતે ઓનલાઈન બુકિંગ કરાવી શકે તેવી વ્યવસ્થા એર ઇન્ડિયાએ કરી છે. ભારતીય ટ્રાવેલ એજન્ટોને મનાઈ ફરમાવીને વિદેશી ટ્રાવેલ એજન્ટોને એર ઇન્ડિયાની વેબસાઈટ પર સીધી બુકિંગ કરવાની છૂટ આપી હોવાથી ભારતીય ટ્રાવેલ એજન્ટો ગિન્નાયા છે. એર ઇન્ડિયાએ કોલ સેન્ટરના માધ્યમથી બુકિંગ કરવાની પણ છૂટ આપી છે. આ જ રીતે વિદેશના ટ્રાવેલ એજન્ટોને પણ એર ઇન્ડિયાની ટિકીટો બુક કરવાની છૂટ આપવામાં આવી છે. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પણ તેની સામે વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ Rajkot: દેહ વ્યાપાર છોડીને આત્મનિર્ભય બનવા તરફ ગણિકાઓનો પ્રયાસ, પોલીસ કરી રહી છે મદદ