
મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે.
પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે 1 તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
— CMO Gujarat (@CMOGuj) October 31, 2022
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 29 ઓક્ટોબરથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમણે કેવડિયા ખાતે સંબોધન કરતા કહ્યું હતું કે મારું મન મોરબી પીડિતોની સાથે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો. એકતા દિવસ પર તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે મને ખૂબ દુખ છે. હું અહીં એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. હું દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. વડાપ્રધાને જણાવ્યુ કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુઃખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના પથ પર રહેવા માટે શોક આપે છે.
India is united. It was proved by the local residents and service providers near the #Morbi incident: PM @narendramodi #MorbiTragedy #Morbi #TV9News pic.twitter.com/OrR9TBtqBJ
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
નોંધનીય છે કે મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 130 થી વધુના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ઘટના અંદે વાતચીત કરીને તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી.
તો બીજી તરફ મોરબીમાં થયેલી દુર્ઘટનાને પગલે વિવિધ રાજકીય નેતાઓનો જમાવડો થયો છે . કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ હોસ્પિટલ પહોચ્યા હતા અને ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.
Published On - 1:25 pm, Mon, 31 October 22