વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એક વાર ગુજરાતને ઘમરોળશે. તેઓ 23 નવેમ્બરના રોજ મધ્ય ગુજરાતમાં દાહોદ અને વડોદરામાં રેલી તથા જનસભાને સંબોધન કરશે. નોંધનયી છેકે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે અને તેઓ આગામી મુલાકાતમાં મધ્ય ગુજરાતમાં જનસભા કરશે. તેમાં 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ, વડોદરામાં કરશે રેલી અને જાહેર સભાઓ કરશે તેમજ 24 નવેમ્બરે પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં કરશે રેલી તથા સભાઓ કરશેે. વડાપ્રધાન મોદી 21 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર, ભરૂચમાં પણ રેલી કરશે. તો તેઓ ચૂંટણી પહેલા ગુજરાતમાં બનાસકાંઠા, ગાંધીનગર , ખેડા , અમદાવાદને પણ આવરી લેશે.
While on #MissionSaurashtra, PM Narendra Modi is expected to visit poll-bound #Gujarat again on 23 November. PM will address multiple events in Mehsana, Dahod, Vadodara #GujaratElections2022 #TV9News pic.twitter.com/ZPLqAPwdx5
— Tv9 Gujarati (@tv9gujarati) November 20, 2022
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર સોમનાથના વેરાવળ ખાતે સભાને સંબોધતા જણાવ્યું હતું કે નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી ઇચ્છા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે વિધાનસભા તો જીતીશુ, પરંતુ પોલિગ બૂથ બધા જીતવા છે. વધુમાં વધુ મતદાન અને વધુમાં વધુ પોલિંગ બુથ જીતવાનો લક્ષ્યાંક છે. આ ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે.તેવુ બધા જ કહે છે. આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. અને એના માટે નરેન્દ્ર કામ કરશે. વધુમાં કહ્યું કે, અગાઉ ગુજરાતના વિકાસ પર શંકા રાખવામાં આવતી હતી, આજે ગુજરાત નવા ઉંચાઈના શિખર સર કરી રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ વલસાડના નાના પોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાવી હતી. જ્યાં સભાને સંબોધીને ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંક્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે મારી ABCDની જ શરૂઆત આદિવાસીઓથી થાય છે, A ફોર આદિવાસી. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે. તેમણે કહ્યું કે આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે, તેમમે કહ્યું કે મારે જ મારા રેકોર્ડ તોડવા છે નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ મોટા હોવા જોઈએ.
Published On - 11:26 am, Sun, 20 November 22