સાવધાન : બટાકાની બ્રાન્ડેડ વેફર્સમાં જોવા મળ્યું સોડિયમનું વધારે પ્રમાણ નોતરી શકે છે આ ગંભીર રોગ, સીઇઆરસીનો ખુલાસો

|

Aug 21, 2021 | 10:52 PM

જેમાં સીઇઆરસી કરેલા અભ્યાસ મુજબ મોટાભાગની બ્રાન્ડની બટાકા વેફરમાં મીઠું (Salt) એટલે કે સોડિયમનું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નક્કી ધારાધોરણ કરતાં વધારે છે.

સાવધાન : બટાકાની બ્રાન્ડેડ વેફર્સમાં જોવા મળ્યું સોડિયમનું વધારે પ્રમાણ નોતરી શકે છે આ ગંભીર રોગ, સીઇઆરસીનો ખુલાસો
Potato branded wafers found to contain high levels of sodium can lead to this serious disease CERC reveals

Follow us on

ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસ દરમ્યાન લોકો  ઉપવાસ કરે છે. તેમજ તેના પગલે લોકો પેકેટમાં રહેલી બટાકાની વેફરનું પણ  ફરાળ તરીકે સેવન કરે છે. જો કે આ બધા વચ્ચે અમદાવાદની કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે(CERC)કરેલા એક અભ્યાસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

જેમાં સીઇઆરસી કરેલા અભ્યાસ મુજબ મોટાભાગની બ્રાન્ડની બટાકા વેફરમાં મીઠું (Salt) એટલે કે સોડિયમનું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નક્કી ધારાધોરણ કરતાં વધારે છે. જેમાં FSSAIની ગાઈડલાઈન્સ મુજબ  કોઈ પ્રોડક્ટમાં 1.5ગ્રામ/100 ગ્રામથી વધુ મીઠું (600મિલીગ્રામ સોડિયમ/100 ગ્રામ) હોય તો એ મીઠાનું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતી પ્રોડક્ટ કહેવાય. જ્યારે WHOના વૈશ્વિક  પ્રમાણ મુજબ તે મહત્તમ 500મિલીગ્રામ/ 100 ગ્રામ હોવું જોઈએ.

મીઠાનું વધારે પડતું સેવન નોતરશે આ રોગ

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જેમાં આરોગ્ય નિષ્ણાતોના મતે ખોરાકમાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં મીઠું (Salt) એટેલે કે સોડિયમનું  સેવન કરવાથી લાંબે ગાળે હૃદયરોગ તથા કિડની સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. તેમજ તે રુધિરાભિસરણ તંત્ર અને સેન્ટર નર્વસ સિસ્ટમ બંને પર અસર કરે છે. મીઠું વધુપડતું લેવાથી બ્લડપ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જયારે લોકો જાણે અજાણે વેફર્સના સેવન દ્વારા શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારી રહ્યાં છે. તેથી આ અંગે ચેતવાની જરૂર છે.

જાણીતી બ્રાન્ડની પોટેટો ચિપ્સમાં સોડિયમનો અભ્યાસ 

કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા  (CERC)  જાણીતી નવ  બ્રાન્ડની પોટેટો ચિપ્સમાં મીઠાનું એટલે કે સોડિયમનું  પ્રમાણ જાણવા અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સીઇઆરઇસીએ અંકલ ચિપ્સ સ્પાઈસી ટ્રીટ, પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજિનલ,પારલે વેફર્સ ક્લાસિક સોલ્ટેડ, હલ્દીરામ હલકે ફૂસકે સોલ્ટેડ પોટેટો ચિપ્સ, સમ્રાટ પોટેટો ચિપ્સ સોલ્ટેડ, -લે’ઝ ક્લાસિક સોલ્ટેડ, બાલાજી વેફર્સ સિમ્પ્લી સોલ્ટેડ, રિયલ નમકીન બાઈટ્સ! ફરાળી વેફર્સ અને -બિંગો પોટેટો ચિપ્સ ઓરિજિનલ સ્ટાઈલનો અભ્યાસ કર્યો હતો.

CERCના પરિક્ષણમાં 100 ગ્રામ વેફરમાં 465 થી લઈને 990 મિલિગ્રામ જેટલું સોડિયમનું પ્રમાણ જોવા મળ્યું હતું. જે સામાન્ય ધારાધોરણ કરતાં વધારે હોવાનું માલૂમ પડ્યું હતું. જ્યારે બે વેફર્સના પેકેટ પર સોડિયમની માહિતી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત CERCએ વર્ષ 2015માં ચિપ્સ પર અભ્યાસ કર્યો હતો. જેમાં પણ આ વેફર્સમાં મીઠાનું એટલે કે સોડિયમનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : Surat Corporation: રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની બહેનોને ભેટ, બસમાં કરી શકશે વિનામુલ્યે મુસાફરી

આ પણ વાંચો :  Rakshabandhan: આ રક્ષાબંધન પર સર્જાયો શુભ સંયોગ ! જાણો, ભાઈને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત

 

Published On - 10:51 pm, Sat, 21 August 21

Next Article