હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 28 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠું થઈ શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના કારણે આ માવછું થઈ શકે છે તેમ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. સાથે જ આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે કોલ્ડ વેવની આગાહી કચ્છ તેમજ સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે સાથે જ ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડી માં થશે વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ. પોરબંદર. ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવ ની આગાહી જ્યારે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 11 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 09 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી થશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે.
પોરબંદરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી જેટલું નીચું જશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. તો વડોદરા મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.
વિથ ઇનપુટ: દર્શલ રાવલ ટીવી9, અમદાવાદ
Published On - 3:45 pm, Wed, 25 January 23