Porbandar : ગુજરાત સરકારના જાહેર સાહસ નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (Narmada Water Resources, Water Supply and Kalpsar Division) દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. વિભાગની માન્ય યાદીની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઠેકેદારો પાસેથી વિગતમાં દર્શાવેલા વિદ્યુત કામ માટે ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. ટેન્ડર ઇલેકટ્રીકલ ટેન્ડર ફોર્મમાં કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યાંત્રિક વિભાગ નંબર-7, બહુમાળી ભવન, બી બ્લોક, ચોથે માળ, ગિરધરનગર, અસારવા, અમદાવાદની કચેરીએ સ્પીડ પોસ્ટથી મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Tender Today: તરસાડી નગરપાલિકામાં તળાવ બ્યુટિફિકેશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
પોરબંદર જિલ્લામાં પ્રોવાઇડિંગ એન્ડ ઇરેક્ટિંગ કેબલ, LED સ્ટ્રીટલાઇટ/ફલ્ડલાઇટ, પોલ બોક્સ, પોલ બ્રેકેટ એન્ડ અધર ઇલેક્ટ્રીક વર્ક્સ એટ ભાદર ટીઆર પ્રોજેક્ટ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 3,27,648.00 રુપિયા છે. કોરા ટેન્ડર ઇસ્યુ કરવાની તારીખ 2 ઓગસ્ટથી 9 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર પરત કરવાની તારીખ 10 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર ખોલવાની તારીખ 23 ઓગસ્ટ 2023 બપોરે 1 કલાકની છે. ટેન્ડર અંગેની વધુ માહિતી www.statetenders.gujarat.gov.in વેબસાઇટ પરથી મળી રહેશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો