પોરબંદરમાં પોલીસ કોન્સ્ટેબલ (Police constable)તરીકે ફરજ બજાવતા મહિલા અને તેની ટીમે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના અવસરો પર બાઇક સ્ટંટ (Bike stunt)અને બાઇક પર યોગા કરવું, તેમજ અનેક કરતબો કરી રાજ્ય તથા કેન્દ્રમાંથી એવોર્ડ (Award)મેળવ્યા છે. પોરબંદર જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે.
મૂળ ગીરસોમનાથ જીલ્લાના અને પોરબંદર પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અંકિતા ઝંકાટ બાઈક સ્ટંટમાં અત્યાર સુધીમાં 4 વખત રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવી ચૂકેલ છે. ખાસ કરીને તાજેતરમાં જ જૂનાગઢમાં યોજાયેલ 15 ઓગસ્ટના રાજ્યના કાર્યક્રમમાં પણ પોતે બાઈક સ્ટંટ કરી તંત્ર અને મુખ્યમંત્રીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એક વખત વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ અંકિતા બેને પોતાનું કૌશલ્ય દર્શાવેલ હતું. મહિલા પોલીસ બાઈક પર અનોખા સ્ટંટ કરી બાઈક ચલાવે છે. ઊભીને બેસીને યોગ જેવા અનેક કરતબ બાઈક પર કરી બતાવવામાં માહિર છે. હાલ અંકિતા બેન ટ્રાફિક પોલીસમાં પોતાની ફરજ બજાવી રહી છે. બાઈક પર યોગા પિસ્ટલ પોઝિશન પણ કરી શકે છે.
અંકિતા ઝંકાટએ જણાવ્યું કે તે ઉના તાલુકાના અંજાર ગામની વતની છે. તેણી બાળપણથી બાઈક ચલાવવાનો શોખ ધરાવતા હતા. પોલીસમાં આવ્યા બાદ પોલીસે મને બાઈક સ્ટંટ કરવા માટે સ્પોટ કરેલ પરિવારે પણ સાથ આપ્યો હતો.ડિપાર્ટમેન્ટમાં આવ્યા બાદ ખૂબ સ્પોર્ટ કરે છે.
અંકિતા બેને વધુમાં જણાવ્યું કે બાઇક પર સ્ટન્ટ કરવા માટે ખૂબ પ્રેક્ટિસ કરી છે, ખાસ કરીને 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના અવસરે અગાઉ 20 થી 25 દિવસ પ્રેક્ટિસ કરવાનો સમય મળે છે, બાઇક પર સ્ટન્ટ જોખમી છે. પણ અંદરથી ડર નીકળી ગયા બાદ અને આદત પડી જતા આવા સ્ટન્ટ કરવા સરળ બની જાય છે.
જિલ્લામાં અલગ અલગ વિભાગોમાં મહિલા પોલીસની મહત્વની ભૂમિકામાં કામગીરી કરે છે. જેમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અંકિતા ઝંકાટની કામગીરીથી અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ પણ બિરદાવી રહ્યા છે. અને તેમને વધુ આગળ વધવાની તક આપી રહ્યા છે.
આ પણ વાંચો : ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલ-દુધ બાદ મસાલાના ભાવમાં પણ વધારો
આ પણ વાંચો : રાજકોટમાં પે એન્ડ પાર્કિંગ બંધ કરવાની ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ કરી માગ