સાંદિપની આશ્રમ આયોજિત ગૌરવ એવોર્ડમાં કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવોર્ડ એનાયત કરાયો

|

Oct 11, 2021 | 10:01 AM

આ એવોર્ડ લેવા માટે કોકિલા બેનના પુત્રવધુ ટીના અંબાણી આવ્યા હતા અને તેઓએ કોકિલા બેન વતી લોકોનો અને સાંદિપની આશ્રમનો આભાર માન્યો હતો.

પોરબંદરના(Porbandar)  સાંદિપની આશ્રમ( Sandipini Asharm)  આયોજિત ગૌરવ એવોર્ડમાં કોકિલાબેન અંબાણીને(Kokilaben Ambani)  રાજર્ષિ એવૉર્ડ (Rajashri Award)  એનાયત કરાયો હતો. સાંદિપની આશ્રમ દ્રારા દર વર્ષે રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ત્યારે આ વખતે કોવિડમાં સરાહનિય કામગીરી બદલ કોકિલાબેન અંબાણીને રાજર્ષિ એવૉર્ડથી સન્માનિત કરાયા.

પરંતુ કોકિલાબેન અંબાણી વિદેશ પ્રવાસે હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા.જેથી આ આ એવોર્ડ લેવા માટે કોકિલાબેનના પુત્રવધુ ટીનાબેન અંબાણી આવ્યા હતા અને તેઓએ કોકિલાબેન વતી લોકોનો અને સાંદિપની આશ્રમનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં રાજ્યના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા અને રિલાયન્સના અનિલ અંબાણી અને ટીના અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : શિવાંશને બાળ વિકાસ ગૃહમાં મુકવામાં આવ્યો, ભાવસભર દ્રશ્યો સર્જાયા

આ પણ વાંચો: Dholera એરપોર્ટનું કામ જાન્યુઆરી માસથી પુરજોશમાં શરૂ કરાશે, વર્ષ 2024 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 

Published On - 9:54 am, Mon, 11 October 21

Next Video