Porbandar: કોરોનાની ત્રીજી લહેર પહેલા સિવિલ હોસ્પિટલ સજ્જ, તંત્ર પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

|

Jun 24, 2021 | 8:23 PM

Porbandar: પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં (Bhavsinhji hospital) કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Porbandar: પોરબંદરમાં કોરોનાની ત્રીજી લહેર પૂર્વે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 300 બેડ વધારવામાં આવ્યા છે , ઉપરાંત દર્દીઓને હાલાકી ન પડે તે માટે પેરામેડિકલ સ્ટાફ (Peramedical Staff) વધારવા માટે પણ તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી છે.

 

કોરોનાની બીજી લહેરમાં (Second Wave) વધતા કોરોના સંક્રમણને કારણે દર્દીઓને સારવાર માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં (Bhavsinhji hospital) કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

 

 

હાલ, પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 300 બેડ વધારવામાં આવ્યા છે, તેમજ ઓક્સિજન અને દવાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, પેરામેડિકલ સ્ટાફ  વધારવા માટે પણ તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી છે. ત્યારે  સિવિલના સત્તાધીશ દિનેશ ઠાકોરે દાવો કર્યો કે, “કોરોનાની ત્રીજી લહેરમાં (Third Wave) ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સજ્જ છે.”

 

જો કે, કોંગ્રેસે તંત્રના દાવા પર સવાલ ઉઠાવ્યા અને કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) બેડ, લેબોરેટરી અને દવાઓનો જથ્થો વધારવા માટે સુચનો કર્યા અને  મેડિકલ સ્ટાફની ભરતીમાં કોન્ટ્રાક્ટ (Contract)  પદ્ધતિ કાઢી નાખવા માટે પણ સલાહ આપી. મહત્વપુર્ણ છે કે, આગામી 6થી 8 અઠવાડીયામાં કોરોનાની ત્રીજી વેવ આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.

 

આ પણ વાંચો: Ahmedabad Corona vaccination: શહેરમાં 100% રસીનો ટાર્ગેટ પુરો કરવા AMC સોસાયટીઓનાં ચેરમેનનાં ભરોસે, સભ્યોએ રસી લીધી કે નહી તેનું બાંહેધરીપત્રક આપવું પડશે

Next Video