Porbandar : કોસ્ટગાર્ડનું તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ, કાર્ગો શીપમાં ફસાયેલા 22 ક્રુ મેમ્બરોને બચાવ્યા

|

Jul 06, 2022 | 8:26 PM

પોરબંદર શહેરમાં સવારથી સતત વરસાદ પડતાં અને ભારે પવનના પગલે સમુદ્રમાં ભારે તોફાની મોજા ઉછળ્યાં હતા. જેના પગલે પોરબંદરના દરિયા નજીક એક કાર્ગો શીપ તોફાની પવનમાં સપડાયું હતું. જો કે આ દરમ્યાન કોસ્ટ ગાર્ડે તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 22 ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતા.

Porbandar : કોસ્ટગાર્ડનું તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ, કાર્ગો શીપમાં ફસાયેલા 22 ક્રુ મેમ્બરોને બચાવ્યા
indian coast guard rescues 22 crew members from ship near Porbandar

Follow us on

ગુજરાતમાં ચોમાસું  જામ્યું છે. ત્યારે પોરબંદર(Porbndar)  શહેરમાં સવારથી સતત વરસાદ પડતાં અને ભારે પવનના પગલે સમુદ્રમાં ભારે તોફાની મોજા ઉછળ્યાં હતા. જેના પગલે પોરબંદરના દરિયા નજીક એક કાર્ગો શીપ તોફાની પવનમાં સપડાયું હતું. જો કે આ દરમ્યાન કોસ્ટ ગાર્ડે તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન (Rescue) હાથ ધરીને 22 ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતા.ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એબુધવારે ગુજરાતના પોરબંદર કિનારેથી 185 કિમી દૂર અરબી સમુદ્રમાં મુશ્કેલીમાં મૂકાયેલા જહાજના 22 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે. કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 6 જુલાઈના રોજ સવારે 8 વાગ્યે ડિસ્ટ્રેસ એલર્ટ મળ્યા બાદ બચાવ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. 20 ભારતીયો, એક પાકિસ્તાની અને એક શ્રીલંકાના નાગરિક સહિત તમામ 22 ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તેમને પોરબંદર લાવવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, ICGને લગભગ સવારે 8.20 વાગ્યે ગ્લોબલ કિંગ-1નું વેપારી જહાજ સમુદ્રી તોફાનના ફસાયું હોવાની માહિતી મળી હતી. આ જહાજ પોરબંદરના દરિયાકાંઠે 185 કિમી દૂર હતું.

ક્રૂ માટે લાઇફ રાફ્ટ છોડ્યું

ICG એ તરત જ રિસ્પોન્સ આપ્યો હતો. જેમાં વિપરીત હવામાન હોવા છતાં, એક ડોર્નિયર એરક્રાફ્ટ સવારે 9.00 વાગ્યે ભારતીય કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન પોરબંદરથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આસપાસના જહાજોને માહિતી પહોંચાડવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.ડોર્નિયર, આ વિસ્તારમાં પહોંચ્યા પછી, ક્રૂ માટે લાઇફ રાફ્ટ છોડ્યું. ICGS શૂર, CG OPV, જે પહેલાથી જ દરિયામાં હતું તેમને પણ તાત્કાલિક આ વિસ્તારમાં પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

તોફાની દરિયામાં હિંમત કરીને કોસ્ટ ગાર્ડે લોકોના જીવ બચાવ્યા

તોફાની દરિયામાં હિંમત કરીને કોસ્ટ ગાર્ડે જહાજ મહત્તમ ઝડપે વિસ્તાર તરફ આગળ વધાર્યું હતું. ICG એર સ્ટેશન પોરબંદરમાંથી સ્વદેશી રીતે નિર્મિત ટ્વીન-એન્જિન એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર પણ કોઈપણ ઘટના માટે SAR રૂપરેખામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.જ્યારે ક્રૂએ સવારે 10.45 વાગ્યે લાઇફ રાફ્ટમાં બેસીને જહાજ છોડી દીધું.

હેલિકોપ્ટરે આ વિસ્તારમાં પહોંચવા માટે પ્રતિકૂળ હવામાન અને ભારે પવનનો સામનો કર્યો

હેલિકોપ્ટરે આ વિસ્તારમાં પહોંચવા માટે પ્રતિકૂળ હવામાન અને ભારે પવનનો સામનો કર્યો હતો. ત્યારબાદ તોફાની દરિયામાં તમામ 22 કર્મચારીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.ખોર ફક્કન નામનું જહાજ UAE-કારવાર ભારતથી 6,000 ટન બિટ્યુમેન લઈ જતું હતું. ICGને કામગીરીમાં મદદ કરવા માટે MV FOS એથેન્સ અને MV સિડનીને પણ મુંબઈમાં મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર મુંબઈ (MRCC) દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

Published On - 8:11 pm, Wed, 6 July 22

Next Article