Winter 2023: સૌરાષ્ટ્રમાં ફૂંકાશે સુસવાટા મારતા પવનો, બે-ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની વકી

Winter 2023: સૌરાષ્ટ્રમાં ફૂંકાશે સુસવાટા મારતા પવનો, બે-ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની વકી

| Edited By: | Updated on: Jan 23, 2023 | 8:19 PM

હવામાન વિભાગના  ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાદળછાયા વાતાવરણને પગલે  દિવસના સમયે ગરમીનો અનુભવ થશે અને વાદળ ખૂલ્યા પછી ઠંડીનો અનુભવ થશે.

ગુજરાતવાસીઓને હાલ ઠંડીથી રાહત નહીં મળે. રાજ્યમાં હજુ પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં સુસવાટાભર્યા પવનો ફૂંકાશે. જેને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. ભારે પવનને કારણે સૌરાષ્ટ્રભરમાં દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થશે.

હવામાન વિભાગના  ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાદળછાયા વાતાવરણને પગલે  દિવસના સમયે ગરમીનો અનુભવ થશે અને વાદળ ખૂલ્યા પછી ઠંડીનો અનુભવ થશે. જોકે વાદળ છાયા વાતાવરણ દરમિયાન આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી થોડો સમય રાહત મળશે. જોકે આ રાહત થોડા સમય માટે જ હશે અને બે દિવસ બાદ ફરીથી ભારે ઠંડીનો અનુભવ થઈ શકે છે.  હવામાન વિભાગ દ્વારા  24 અને 25 જાન્યુઆરીએ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે.

આજે વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોલ્ડવેવની અસર વર્તાઈ છે અને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં  કોલ્ડવેવની અસર વર્તાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપામાન

  • અમદાવાદમાં 9.03 ડિગ્રી
  • ગાંધીનગર 8.03 ડિગ્રી
  • વડોદરા 12.02 ડિગ્રી
  • કેશોદ 10.01 ડિગ્રી
  • કચ્છ 7.02 ડિગ્રી
  • સિદ્ધપુર 9 ડિગ્રી
  • નલિયા 6.08 ડિગ્રી
  • સુરત 13.01 ડિગ્રી
  • પોરબંદર 14.04 ડિગ્રી
  • બનાસકાંઠા 9.04 ડિગ્રી
  • પાટણ 8.05 ડિગ્રી
Published on: Jan 23, 2023 07:44 PM