રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળવાનો અંદાજો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે તેમજ રાત્રિનુંતાપમાન પણ ગત રોજ કરતાં વધારે રહેતા ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. તો કેટલાક જિલ્લામાં દિવસ દરમિયાન પણ તાપમાનનો પારો 35 ડિગ્રી કરતાં ઉપર રહેતા દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 15 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી થશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો વડોદરા મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે.