પોરબંદરના કડછ ગામે ધૂળેટી પર્વની ગ્રામજનો દ્વારા 750 વર્ષ જૂની પરંપરાગત ઉજવણી

|

Mar 18, 2022 | 4:13 PM

આજના દિવસે જે ચિત્રો દેખાઈ છે તે માત્ર રમત હોઈ છે. ખરેખર આ ગોટા મારી રમત રમતા લોકોમાં ઝોમ,જુસ્સો અને શૌર્યના પ્રતીક રૂપી એકબીજાના માથા પર અને શરીર પર વાર કરી આનંદનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

પોરબંદરના કડછ ગામે ધૂળેટી પર્વની ગ્રામજનો દ્વારા 750 વર્ષ જૂની પરંપરાગત ઉજવણી
750 year old traditional celebration by the villagers of Dhuleti Parva in Kadach village of Porbandar

Follow us on

પોરબંદરના (Porbandar)કડછ ગામે (Kadach village)ધુળેટી પર્વની (HOLI)ગ્રામજનો અનોખી રીતે ઉજવણી (Celebration)કરે છે. ગામના બે ગ્રૂપ સામસામે ભીના કપડાને વળ ચડાવી તેનો ગોટો બનાવી એકબીજા પર વાર કરી આનંદ માણે છે. જોકે વચ્ચે રહેલી ધ્વજાજી બંને ગ્રુપનું રક્ષણ કરવા રાખવામાં આવે છે .અનોખી પરંપરા 750 વર્ષથી ચાલી આવે છે. આખું ગામ આ ગોટા રમત જોવા ઉમટી પડે છે.

સામાન્ય રીતે આપ જોશો કે અહીં લોકોના ટોળા એકબીજા પર વાર કરતા નઝરે પડે છે .અને જાણે એકબીજાના દુશ્મનો હોય એવી રીતે વાર કરતા નઝરે પડે છે .ખરેખર આ છે ધુળેટી પર્વની 750 વર્ષ જૂની પરંપરા જેને આજની યુવા પેઢીએ જાળવી રાખી છે. મહેર સમાજ ક્ષતિય સમાજથી જાણીતો છે. સમાજમાં રહેલ શૌર્ય અને ઝનૂન ધુળેટીના પર્વ પર બતાવી આજની પેઢીને શૌર્યગાથા વિશે જાણકારી આપવાના હેતુથી ભીના કાપડના ગોટાથી રમી બતાવવામાં આવે છે.

આજના દિવસે જે ચિત્રો દેખાઈ છે તે માત્ર રમત હોઈ છે. ખરેખર આ ગોટા મારી રમત રમતા લોકોમાં ઝોમ,જુસ્સો અને શૌર્યના પ્રતીક રૂપી એકબીજાના માથા પર અને શરીર પર વાર કરી આનંદનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગોટાની રમત રમવા માટે એક ટોપમાં કપડા પલાળી તેમને નીચોવી કપડામાં વળ આંટી ચડાવવામાં આવે છે. જેથી કાપડ એકદમ મજબૂત અને કડક બની જાય છે. બાદમાં આજ કાપડનો ગોટોવાળી લાકડી જેવું બનાવી દેવામાં આવે છે. જેમાં ખૂબ જોર લગાવવુ પડે છે .બાદમાં એક એક માણસના હાથમાં કાપડના ગોટા હોઈ છે. અને ઝનૂનથી સામા ગ્રુપ પર વાર કરવા તૈયાર થઈ જાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મણિયારો રાસ બાદ હવે શૌર્ય ગાથામાં ગોટા રમત પણ દિવસે દિવસે આગળ વધી રહી છે. વિદેશમાં વસતા લોકો આ રમતને હવે વિશ્વ લેવલ પર લઈ જવા આતુર બની રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat Titans, IPL 2022: હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ધરાવતી ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓ પોતાના દમ પર જીત અપાવી શકે છે, જાણો કેવી હશે Playing 11

આ પણ વાંચો: IPL 2022: આ અજાણ્યા નામો બનશે સુપર સ્ટાર, ઓક્શનમા ટીમો એ કરોડો રુપિયા વરસાવ્યા છે અને હવે ફેનની નજરો તેમની પર રહેશે

Next Article