Porbandar : નવા વર્ષ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે યોજાઈ પ્રાર્થના સભા, ભાગવતાચાર્ય રમેશ ઓઝા સહીતના અગ્રણીઓ રહ્યા હાજર

|

Nov 05, 2021 | 9:52 PM

સર્વધર્મ પ્રાર્થના સભા બાદ સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ લોકોએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી.

રબંદરમાં ગાંધીજીના જન્મસ્થાને નવા વર્ષ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. બાપુના જન્મસ્થાન કીર્તિ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં ભાગવતાચાર્ય રમેશ ઓઝા, જિલ્લા વહીવટી તંત્ર અને શહેરના અગ્રણીઓ જોડાયા હતા. સર્વધર્મ પ્રાર્થના સભા બાદ સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ લોકોએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી.

કિર્તી મંદીરનું મહાત્મય

આ સ્થળે મહાત્મા ગાંધીજીની ઇચ્છા અનુસંધાને મહિલા પુસ્તકાલય, સર્વોદય પ્રવૃત્તિઓ ઉપરાંત રચનાત્મક પ્રવૃતિઓ ફેલાવવામાં આવે છે અને દરેક ઓરડામાં ગાંધીજીનો લાક્ષણિક તસ્વીરો મુકવામાં આવી છે. કીર્તિ મંદિરના પટાંગણમાં આરસથી મઢેલા વિવિધ સ્તંભો ઉપર ગીતાના શ્લોકો, ગાંધી સંદેશ, ભજનો તથા શ્લોકો અને ગાંધીવાણી તથા તેમના જીવનના મહત્વના પ્રસંગો કોતરવામાં આવ્યા છે.

૧૯૫૦ ની ૨૭મી મેના રોજ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના હસ્તે આ સ્મારક ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને પોરબંદરના સ્વ. નાનજી મહેતાએ ગાંધીજીની સંમતિ મેળવીને તેની રચના કરી હતી. અંધારીયા ઓરડામાં સમગ્ર માનવજાતને નવો પ્રકાશ આપનાર વિશ્વવંદનીય ગાંધીજીનો જન્મ થયો અને દુનિયાના નકશામાં પોરબંદરનું મહત્વ ગાંધીજીના જન્મસ્થળ તરીકે ગૌરવવંતુ બન્યુ. આધુનિક સ્થાપત્ય કલાનો આદર્શ નમુનો ગણાતુ આ કીર્તિ મંદિર ગાંધીજીની ૭૯ વર્ષની ઉંમર મુજબ એટલા ફુટ ઊંચુ બનાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :  છેતરપિંડીના કેસમાં કોર્ટે કિરણ ગોસાવીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં છે સાક્ષી

Next Video