Porbandar : કોરોના સામે લડવા લોકો વળ્યા આયુર્વેદ તરફ, ઉપચારથી લોકોને મળી રહે છે રાહત

|

Apr 12, 2021 | 10:21 PM

Porbandar: કોરોનાકાળમાં એલોપેથિક દવા સામે આર્યુવેદીક (Ayurverdic) દવા ફાયદાકારક નીવડી રહી છે. પોરબંદરમાં આવેલી સરકારી આર્યુવેદીક હોસ્પિટલ (Government Ayurvedic Hospital, Porbandar)માં પહેલા કરતા લોકોની આર્યુવેદીક દવાની માંગ વધી છે.

Porbandar : કોરોના સામે લડવા લોકો વળ્યા આયુર્વેદ તરફ, ઉપચારથી લોકોને મળી રહે છે રાહત

Follow us on

Porbandar: કોરોનાકાળમાં એલોપેથિક દવા સામે આર્યુવેદીક (Ayurverdic) દવા ફાયદાકારક નીવડી રહી છે. પોરબંદરમાં આવેલી સરકારી આર્યુવેદીક હોસ્પિટલ (Government Ayurvedic Hospital, Porbandar)માં પહેલા કરતા લોકોની આર્યુવેદીક દવાની માંગ વધી છે. આજના કપરા સમયમાં લોકો હાઈબ્રીડ ખોરાક લઈ રહ્યા છે, જેમાં લોકોની રોગપ્રતિકારક શક્તિઓ મહદ અંશે ઘટી રહી છે, જેથી લોકો સતત તણાવમાં રહી એલોપેથિક દવાઓનું સેવન કરી રહ્યા છે. જેની આડઅસરો પણ લોકોમાં જોવા મળી રહી છે. પરંતુ કોરોના સામેની જંગમાં એલોપેથિક દવા કરતા આર્યુવેદીક દવા ખુબ સફળ નીવડી રહી છે. હોસ્પિટલના વેદ (તબીબ)ના મતે પહેલા કરતા લોકો આર્યુવેદ તરફ વળ્યાં છે, હજુ વધુ જાગૃતત્તા આવે તો લોકોના આરોગ્ય પરથી ખતરો ટળે તેમ છે.

 

હોસ્પિટલના એક કર્મચારી TV9 સાથે વાત કરતાં જણાવે છે કે, ‘હાલ કોવિડ-19ની સ્થિતિમાં આર્યુવેદીક દવાની હોસ્પિટલથી પ્રમાણ વધ્યું દરરોજ 70થી વધુ 80 OPD આવતી હતી, આજે 100થી વધુ આવે છે. એમ્યુનિટી વધારવા માટે તેમજ અલગ અલગ લોકોને લઈ અલગ અલગપ્રકારની તાસીર મુજબ દવા આપવામાં આવે છે ખાસ કરીને ઉકાળા, તાવ, કફ ,શરદી માટેની દવા અહીંથી નિઃશુલ્ક આપવામાં આવે છે, અલોપેથિકની સામે આર્યુવેદ ખુબ મહત્વની ભૂમિકામાં રહે છે અને ધીરે ધીરે લોકો આર્યુવેદ તરફ વળી રહ્યા છે બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ પણ કરવામાં આવે છે અન્ય દવા કરતા આર્યુવેદીક દવાઓ અસરકારક નિવડી છે અને ગમે તેવા રોગને જળમૂળમાંથી નાબુદ કરી નાખે છે’

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આજની પરિસ્થિતિએ પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા પામેલ છે, લોકો હવે સરકારની જાહેરાતથી આર્યુવેદીક હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે, અહીંથી કોરોનાની દવા સિવાયની અન્ય રોગોની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. સરકારી આર્યુવેદીક હોસ્પિટલમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. આજે આર્થિક રીતે મુંજાયેલો માનવી સરકારની દેશી અને આર્યુવેદીક દવા તરફ વળી રહ્યા છે.

 

હોસ્પિટલની મુલાકાત લેતા એક દર્દીના સગાએ જણાવ્યુ કે, ‘હું આજે મારા પત્નીને લઈને સરકારી આર્યુવેદીક હોસ્પિટલ આવ્યો છું, તેમને અપચાની તકલીફ હતી. ઘણા સમયથી અમો એલોપેથિક દવા આપતા હતા, પરંતુ કોઈ ફરક નહીં પડતા હવે અમોએ દેશી ઉપચાર એટલે કે આર્યુવેદીક દવાનો સહારો લીધો છે, જેમાં ઘણી રાહત મળી છે, અહીં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, તેમજ હાલની કોરોના સામેની લડતમાં અહીંથી નિઃશુલ્ક ઉકાળા, ઈમ્યૂનિટી ટેબ્લેટ જેવી અનેક દવાઓ આપવામાં આવે છે.’

 

આ પણ વાંચો: IPL 2021: ભાવનગરના ચેતન સાકરિયાએ ડેબ્યૂમાં પંજાબ સામે બોલીંગ ઓપનીંગની જવાબદારી સાથે 3 વિકેટ ઝડપી

Next Article