PORBANDAR : ભાજપ પ્રમુખની ઓફિસ પર હુમલો, અજાણ્યા શખ્સો હુમલો કરી ફરાર

|

Oct 01, 2021 | 1:21 PM

પોરબંદર શહેરમાં આવતીકાલેગાંધી જયંતિના દિવસે મુખ્યમંત્રી પોરબંદરની મુલાકાત લેનાર છે. જોકે, મુખ્યમત્રીની મુલાકાત પહેલા પોરબંદર શહેર ભાજપ પંકજ મજીઠિયાની ઓફિસમાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી હતી.

પોરબંદર શહેર ભાજપ પ્રમુખની ઓફિસ પર અજાણ્યા શખ્શો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. નોંધનીય છેકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન પૂર્વે પોરબંદર શહેર ભાજપ પ્રમુખની ઓફીસ પર અજાણ્યા શખ્સોએ આ હુમલો કર્યો છે. ભાજપના શહેર પ્રમુખ પંકજ મજીઠિયાની ઓફિસ પર બીજી વખત હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરો ઓફિસના બારી, દરવાજાના કાચ તોડી ફરાર થયા છે.ભાજપ પ્રમુખની ઓફીસ પર હુમલો થતા રાજકીય માહોલ ગરમાયો છે. તો ઘટનાને પગલે ભાજપના આગેવાન અને સાંસદ રામ મોકરીયા સહિતના આગેવાનો દોડી આવ્યા છે.

ગાંધીજયંતિ નિમિતે સીએમ પોરબંદર આવનાર છે

પોરબંદર શહેરમાં આવતીકાલે શનિવારે ગાંધી જયંતિના દિવસે મુખ્યમંત્રી પોરબંદરની મુલાકાત લેવાના છે. જોકે, મુખ્યમત્રીની મુલાકાત પહેલા પોરબંદર શહેર ભાજપ પંકજ મજીઠિયાની ઓફિસમાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી હતી. 4 જેટલા અજાણ્યાં શખ્સોએ કુહાડી તેમજ ધોકા વડે ઓફિસ તેમજ દુકાનના કાચ તોડ્યા હતા. આ ઘટનાને લઈ ભાજપના આગેવાનો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

મુળ પોરબંદરના એવા રાજ્યસભાના સાસંદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે ગાંધી જયંતિના રોજ મુખ્યમંત્રી આવી રહ્યા છે તેને અમે આ મામલે ઉગ્ર રજૂઆત કરીશું. શહેર ભાજપ પ્રમુખ ઉપર હુમલો કરે તે કોઈપણ કાળે ચલાવી નહી લેવાઇ.

 

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ : અમદાવાદમાં મોટાભાગના વૃદ્ધાશ્રમ હાઉસફુલ, તમામ વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ

Next Video