આણંદના સાંસદ મિતેષ પટેલ વિરુદ્ધ બોરસદના કાઉન્સિલરે સોશિયલ મીડિયા બેફામ પોસ્ટ મુકતાં રાજકારણ ગરમાયું

|

Apr 19, 2022 | 1:52 PM

પરાગ પટેલએ સાંસદને બેફામ વાણી વિલાસ કરી બીભત્સ ગાળો આપી પોસ્ટની કમેન્ટમાં 'મળવા દો, મહાકાલના સોગંદ, મારી ના લવ તો કહેજો' તેવું જાહેરમાં જણવતાં સાંસદના ભાઈ બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યાં હતા.

બોરસદ (Borsad) નગરપાલિકાના કાઉન્સિલરે સોશિયલ મીડિયામાં આણંદ (Anand ) ના સાંસદ મિતેષ પટેલ (MP Mitesh Patel) વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતાં શહેરના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. પ્રાદેશિક કમિશનર કચેરીએ સાંસદ દબાણ ન કરતા હોવાને કારણે પોતાના વોર્ડના કામો ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે. બોરસદમાં આઝાદી બાદ પ્રથમવાર ભાજપને પૂર્ણ બહુમત મળતાં સત્તા હાંસિલ કરી હતી પરંતુ સત્તાધારી પક્ષમાં જ બે જૂથ પડી જતાં વિકાસના કામો ગૂંચવાઈ ગયાં છે અને વડોદરા પ્રાદેશિક કમિશનર દ્વારા પણ વાંધા વચકા કાઢીને યેનકેન પ્રકારે કામો રદ કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે.

ભાજપના વોર્ડ નં 7ના કાઉન્સિલર પરાગભાઈ પટેલએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો અને પ્રાદેશિક કમિશનર દ્વારા જે કામો રદ કરવામાં આવે છે તેમાં સત્તાધારીપક્ષના કેટલાક કાઉન્સિલરોના હાથ છે અને તેઓને સાંસદ મિતેષભાઈ પટેલ મદદગારી કરી રહ્યા હોવાનું જણાવીને બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો તેમજ આ પોસ્ટની નીચે કોમેન્ટોમાં પણ ભાજપના અન્ય કાઉન્સિલરોએ સૂર પુરાવ્યો છે.

પરાગ પટેલએ સાંસદને બેફામ વાણી વિલાસ કરી બીભત્સ ગાળો આપી પોસ્ટની કમેન્ટમાં ‘મળવા દો, મહાકાલના સોગંદ, મારી ના લવ તો કહેજો’ તેવું જાહેરમાં જણવતાં સાંસદના ભાઈ બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યાં હતા.

આ પણ વાંચોઃ BHARUCH : કપાસની સારી ઉપજ અને પોષણસમ ભાવ મળતા કાનમ પ્રદેશના ખેડૂત બે પાંદડે થયા

આ પણ વાંચોઃ રાજકોટ બાદ મોરેશિયસના PM આજે અમદાવાદની મુલાકાતે, એરપોર્ટથી હાંસોલ સુધી રોડ શો યોજશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video