PM MODIનો ચિલોડાથી દહેગામ સુધી ભવ્ય રોડ-શૉ, મોદી ખુલ્લી જીપમાં થયા સવાર, મોટા ચીલોડામાં ભવ્ય સ્વાગત, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહમાં પહોંચશે

|

Mar 12, 2022 | 12:05 PM

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિય ખાતે પીએમ મોદી ખેલમહાકુંભને ખુલ્લો મુકવાના છે, જેને લઇ સરદાર પટેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે જેના ભાગરૂપે સરદાર પટેલ સ્ટેડિયમ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું.

PM MODIનો ચિલોડાથી દહેગામ સુધી ભવ્ય રોડ-શૉ, મોદી ખુલ્લી જીપમાં થયા સવાર, મોટા ચીલોડામાં ભવ્ય સ્વાગત, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહમાં પહોંચશે
PM MODI's grand road show, Modi riding in open jeep, grand welcome at Mota Chiloda Circle

Follow us on

PM Narendra Modi Gujarat Visit : PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદીએ ફરી રોડ-શૉ કર્યો છે. પીએમ મોદી ફરી ખુલ્લી જીપમાં સવાર થયા હતા, અને રોડ પર પીએમ મોદીને જોવા અને વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા હતા. પીએમ મોદી દહેગામથી ભવ્ય રોડ શૉ શરૂ કર્યો છે, ત્યારે મોટા ચીલોડા સર્કલ પર લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે. PM Modi ઈન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી બીજો રોડ-શો પણ યોજાશે. આ માર્ગ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે મેગા રોડ શોની શરૂઆત દબદબાભેર કરી હતી. ખુલ્લી જીપની જગ્યાએ તેમણે બંધ કારમાં બેસીને જ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો તેમને વધાવી લેવા માટે પહોંચ્યા હતા.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

દહેગામના લવાડ ગામે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પદવીદાન સમારોહનું આયોજન

ગાંધીનગરના દહેગામના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરાયું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના ઉપસ્થિત રહેશે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દહેગામ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનો મતવિસ્તાર હોવાથી ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.

રાષ્ટ્રિય રક્ષા શક્તિનો પ્રથમ પદવીદાન સમારોહ પ્રસંગે હાજરી આપવા માટે વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવશે. 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ તો 38 ને ગોલ્ડ મેડલ એનાયત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનીવર્સિટીના નવ નિર્મિત કેમ્પસનુ લોકાર્પણ પણ કરશે.

વડાપ્રધાન રાજભવનથી નીકળી ચીલોડા થઈ દહેગામ જશે. ચીલોડા ખાતે ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શંભુજી ઠાકોર કાર્યકર્તા સાથે પહોંચ્યા હતા. તેમણે લાડું મિઠાઈ વહેંચી વડાપ્રધાનના કાર્યક્રમને આવકાર્યો હતો. વડાપ્રધાનનાં મેગા રોડ શ ને લઈ રાજ ભવનથી દહેગામ સુધીના રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ અગાઉ મોદીએ ટ્વિટ પણ કર્યુ હતું.

સરદાર પટેલ સ્ટેડિયમમાં પીએમ ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે 

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિય ખાતે પીએમ મોદી ખેલમહાકુંભને ખુલ્લો મુકવાના છે, જેને લઇ સરદાર પટેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે જેના ભાગરૂપે સરદાર પટેલ સ્ટેડિયમ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. સ્ટેડિયમમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યાં હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી એટલું જ નહીં હર્ષ સંઘવીએ ગાયક અને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.


આ પણ વાંચો : અમિત શાહે કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, કહ્યું મોદીની શિક્ષણ નીતિમાં ગાંધીજીના વિચારોને સમાવાયા

આ પણ વાંચો : Banaskantha: સુંઢા અને સલેમપુર ગામમાં રહેણાક પ્લોટ ફાળવણી કૌભાંડ, તલાટી, સરપંચ અને તત્કાલીન ડીડીઓની સંડોવણીના આક્ષેપ

 

 

Published On - 11:54 am, Sat, 12 March 22

Next Article