PM મોદી આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું કરશે ભૂમિપૂજન

|

Oct 15, 2021 | 8:11 AM

છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે.

PM મોદી આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું કરશે ભૂમિપૂજન
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજરોજ એટલે કે 15 ઓક્ટોબરે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવાયેલા હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કરશે. આ છોકરાઓની છાત્રાલય છે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. પીએમ મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપતા પીએમઓએ કહ્યું છે કે તેઓ શુક્રવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિ પૂજન કરશે.

મળતી માહિતી મુજબ, છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. જ્યારે, બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (Saurastra Patel Seva Samaj ) દ્વારા સુરત ખાતે રૂ.200 કરોડના ખર્ચે હોસ્ટેલ (Hostel )સંકુલનું નિર્માણ થશે. જેનું આજરોજ વિજયા દશમીના દિવસે એટલે કે 15 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હોસ્ટેલ સંકુલનું ભૂમિપૂજન કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહીત વિવિધ પ્રધાનો પણ હાજર રહેવાના છે.

પ્રથમ ફેઝમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે જમીન બાંધકામ સહિત તમામ સુવિધાઓ અને વ્યવસ્થા માટે અંદાજે 130 કરોડ રૂપિયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. .જયારે બીજા ફેઝમાં 500 બહેનો માટે હોસ્ટેલ સુવિધા માટે જમીન વગર તમામનો અંદાજિત ખર્ચ રૂ.70 કરોડ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આમ કુલ 200 કરોડના પ્રોજેક્ટમાં દાતાઓ અને શ્રેષ્ઠિઓ તરફથી દાન આપવામાં આવ્યું છે. હાંસોટલ પ્રોજેક્ટ-1ના ખાતમુહૂર્ત સમારોહમાં ભુમીપુજન માટે વલ્લભ લાખાણી ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત ભુમીપુજન વિધિમાં મુખ્ય નામકરણના દાતા, અતિથિ ગૃહના દાતા, રિસેપશન એરિયાના દાતા, વાંચનાલયના દાતા, પુસ્તકાલયના દાતા, ભોજનાલયના દાતા તથા કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રના દાતા પણ હાજર રહેશે.

સૂરત એ સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વનું કેન્દ્ર છે. ત્યારે ગુજરાતભરમાંથી અને મુંબઈમાંથી વગેરે મોટી સંખ્યામાં પટેલ સમાજના વિવિધ આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના સૌથી નાના યુવા ધનિક શાશ્વત નાકરાણી પણ હાજર રહેવાના છે. તેઓ હજી 3 વર્ષ પહેલા 2018માં શરૂ કરાયેલા પ્લેટફોર્મ ભારત પે ના તેઓ કો ફાઉન્ડર છે.

સુરતમાં નિર્માણ થનાર આ હોસ્ટેલ સંકુલ એ પટેલ સમાજ માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હોસ્ટેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે. સુરત ઉપરાંત ગામડાના ગરીબ પરિવારના બાળકોને સીએ, સીએસ કે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી માટે આ હોસ્ટેલ સંકુલ મદદરૂપ સાબિત થશે.

હોસ્ટેલ સંકુલમાં નિર્માણ થનારા પુસ્તકાલય અને કારકિર્દી માર્ગદર્શન સેન્ટર કે સરકારી સહાય માર્ગદર્શન સેન્ટરનો નેટ જાતના ભેદભાવ વગર તમામ સમાજના લોકો અને વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ અને પાટીદાર ગેલેરી તમામ સમાજને માટે ખુલ્લી છે.દશેરાના દિવસે પીએમ મોદી વિડીયો કોંફ્રેન્સથી જોડાશે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હોસ્ટેલ સંકુલના ફેજ 1 નું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ

Next Article