ગુજરાતની આગામી વિધાનસભા( Gujarat Assembly Election ) ચૂંટણી પૂર્વે પાટીદાર વોટબેંકને મજબૂત કરવા પીએમમોદી(PM Modi) સુરતમાં શુક્રવારથી શરૂ થનારા ત્રણ દિવસીય વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટને(Patidar Business Summit ) વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પાટીદાર ચહેરો મનસુખ માંડવિયા સુરતમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. સુરતમાં પાટીદાર સમુદાય મહત્વની વોટ બેંક છે. આ ઉપરાંત પાટીદાર સમુદાયમાં પણ આમ આદમી પાર્ટીના પ્રભાવનો વધારો જોવા મળી રહ્યો છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સહિત અન્ય નેતાઓમાં સામેલ થશે. જેનો હેતુ પાટીદાર સમુદાયમાં ભાજપની સ્વીકૃતિ અને લોકપ્રિયતા દર્શાવવાનો છે. આ ઉપરાંત ત્રણ દિવસીય સમિટમાં લગભગ 750 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. તેમજ 10,000 પાટીદાર ઉદ્યોગપતિઓ અને અને લગભગ પાંચ લાખ સહભાગીઓ આવવાની અપેક્ષા છે.
આ પૂર્વે પીએમ મોદીએ અમદાવાદમાં વિશ્વ પાટીદાર સમાજ દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે બનેલ સરદારધામ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પાટીદાર સમુદાય માટે વન સ્ટોપ બિઝનેસ, સામાજિક અને શૈક્ષણિક હબ તરીકે ઉભરી રહ્યું છે. તેમજ આ સમિટ બાદ, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દેશભરના આરોગ્ય મંત્રીઓની ચિંતન શિબિર યોજાશે, જેમાં રાજ્યને આપવામાં આવેલી મહત્ત્વની બાબત તરફ પણ ધ્યાન દોરવામાં આવશે.
લેઉવા પટેલ સમુદાય દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવા અંગે ઘણી અનિશ્ચિતતા છે ત્યારે ભાજપ પાટીદાર સમુદાયમાં પોતાનો પ્રભાવ વધારવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આવે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, હાર્દિક પટેલે પણ કોંગ્રેસ પાર્ટી પર પાટીદાર સમુદાયને અવગણના કરવાનો આરોપ લગાવીને સતત સંઘર્ષ કરી રહ્યા છે. નરેશ પટેલ પણ આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો સતત ચાલી રહી છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનો પક્ષ મજબૂત બનાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ વધુ એક વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 1 મેના ગુજરાત આવી રહ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે એક જંગી રેલી અને સુરત જિલ્લામાં જાહેર સભા યોજશે. તેની સાથોસાથ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જોડાણની પણ જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો : કચ્છના જખૌમાંથી ઝડપાયેલા રૂ. 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હીથી ચાર આરોપીની ધરપકડ
આ પણ વાંચો : ભારે કરી ! સુરતના આ કાકાએ સડક પર એવી સાઈકલ ચલાવી કે લોકો જોતા રહી ગયા, જુઓ VIDEO
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 4:50 pm, Thu, 28 April 22