આગામી 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી (Prime Minister Narendra Modi) આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો 12 માર્ચે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની (Gandhi Ashram) મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે નવા પ્રોજેક્ટ મામલે ચર્ચા પણ કરશે. રિડેવલપમેન્ટ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી સરકાર વિચારી રહી હતી. પરંતુ આશ્રમમાં વસવાટ કરતા 200 જેટલા પરિવારોએ વિરોધ નોંધાવતા કામ અટક્યું હતું. જોકે, સરકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કેટલાક પરિવારોને 90 લાખ, કેટલાક પરિવારોને 60 લાખ રૂપિયા અને અંદાજે 50 જેટલા પરિવારોને મકાનની ફાળવણી કરાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત (Gujarat )ના પ્રવાસે આવશે. 11મી માર્ચે PM મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. 10થી 14 માર્ચ સુધી ખૂબ જ મહત્વની ગણાતી ડિફેન્સની ઇવેન્ટ ગાંધીનગર (Gandhinagar)માં યોજાવા જઇ રહી છે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવીને આ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે.
11મી માર્ચે PM મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેમના ગુજરાત પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રવાસને પગલે સરકાર ઉપરાંત ભાજપ સંગઠને અત્યારથી તૈયારીઓ આદરી છે. 10થી 14 માર્ચ સુધી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનુ આયોજન કરાયુ છે. ત્યારે 11મી માર્ચે PM મોદી ડિફેન્સ એક્સ્પોનું ઉદઘાટન કરશે. દેશ વિદેશના સરંક્ષણ પ્રધાન સહિતના મહાનુભાવો ઉપરાંત શસ્ત્ર ઉપ્તાદકો તેમાં હાજર રહેવાના છે. ગુજરાતમાં PM બે દિવસ રોકાણ કરી શકે છે. આ દરમિયાન તેઓ ભારત-પાકિસ્તાન સરહદે નિર્માણ પામેલા નડાબેડ પ્રવાસન સ્થળની પણ મુલાકાત લઈ શકે છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પહેલા 10થી 14 માર્ચે ત્રણ દિવસ ડિફેન્સ એક્સપો યોજાશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વર્ષ 2021માં કેવડિયા કોલોની ખાતે આ મામલે એક બેઠક યોજાઇ હતી. જેમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં MOU પણ થયા હતા. આ બેઠકમાં ‘સર પ્રોજેક્ટ’ અને ડિફેન્સને લગતા પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને MOU કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કચ્છઃ અદાણી મુન્દ્રા પોર્ટ પરથી 4 કરોડની કિંમતનો રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો : છોટા ઉદેપુર : નાલેજ ગામમાં ડેમ પાણીથી છલોછલ, પણ અણઘડ વહીવટને કારણે ખેડૂતો સિંચાઇથી વંચિત