જામનગરમાં વડાપ્રધાન મોદીએ કરી ગર્જના, ભારતને તબાહ કરવાની મનસા ધરાવનારાઓને સરહદ ઓળંગીને પણ કચડી નખાશે

|

Mar 04, 2019 | 10:11 AM

લાંબા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસ માટે ગુજરાતની મુલાકાત માટે પહોંચ્યા છે. તેમના કાર્યક્રમની શરૂઆત જામનગરથી કરી હતી. જ્યાં તેમણે વિવિધ 966 કરોડના કામોની ભેટ જામનગરવાસીઓને આપી છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધી હતી. જેમાં શરૂઆતમાં જ લોકોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. જેમાં ગુજરાતીમાં વાત કરતાં લોકોનો હાલ પૂછતાં કહ્યું, […]

જામનગરમાં વડાપ્રધાન મોદીએ કરી ગર્જના, ભારતને તબાહ કરવાની મનસા ધરાવનારાઓને સરહદ ઓળંગીને પણ કચડી નખાશે

Follow us on

લાંબા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસ માટે ગુજરાતની મુલાકાત માટે પહોંચ્યા છે. તેમના કાર્યક્રમની શરૂઆત જામનગરથી કરી હતી. જ્યાં તેમણે વિવિધ 966 કરોડના કામોની ભેટ જામનગરવાસીઓને આપી છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધી હતી. જેમાં શરૂઆતમાં જ લોકોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. જેમાં ગુજરાતીમાં વાત કરતાં લોકોનો હાલ પૂછતાં કહ્યું, કેમ છો બધા? સુખમાં છો ને? સાથે કરી હતી. સાથે કહ્યું હતું કે ભોળાનાથ સૌનું ભલું કરે.

મોદી ગુજરાતની સૌથી મહત્વની યોજના સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં તેમણે કહ્યું, હવે રણજીતસાગર ડેમમાં ન્યારી ડેમમાં નર્મદાનુ પાણી પહોંચશે. ન્યારી-1 અને રણજીતસાગર ડેમમા લિંક નો શુભારંભ વડાપ્રધાન દ્વારા કરાયો હતો. રણજીત સાગર ડેમમાં તથા રાજકોટના ન્યારી-1 ખાતે નર્મદા નીરના વધામણા કરાવ્યા. સાથે જ જોડિયા ખાતે તૈયાર થનાર ડિસિલેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પોતાના ભાષણની શરૂઆતમાં જ મોદીએ કહ્યું કે, મને નાનુ તો ફાવતુ જ નથી, કંઈ પણ કરવાનુ તો મોટુ જ કરવાનું. કર્યું ને હમણા. ડચકા ખાતા કામ નહીં કરવાના. આમ, તેમણે પોતાના સંબોધનમાં એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે આ દેશને નુકસાન પહોંચાડનારને જીવતાં છોડીશું નહીં. જો વાયુસેના પાસે રાફેલ હોત તો એક્ય આતંકવાદી જીવતો રહ્યો ન હોત. સાથે જ આતંકવાદીઓ પર હુમલો બોલતાં કહ્યું કે, ભારતને તબાહ કરવાની મનસા ધરાવનારાઓને સરહદ ઓળંગીને પણ કચડી નાખવામાં આવશે.

ગુજરાતની કરી પ્રશંસા 

બીજી તરફ ગુજરાત અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, હું જ્યારે રાજ્યનો સીએમ હતો અને વિવિધ મુખ્યમંત્રીઓની મીટિંગમા જતો ત્યારે ત્યાં મને કહેતા હતા કે, ગુજરાત એવું રાજ્ય છે. જેમની પાસે કોઇ ખાણ-ખનીજનો ભંડાર નથી. ત્યારે અમે નક્કી કર્યું કે, દેશને પાણીદાર બનાવીશું.

આ પણ વાંચો : ઍર ચીફ માર્શલ ધનોઆએ વાતો-વાતોમાં કર્યો ઇશારો, પાકિસ્તાનમાં મોજૂદ આતંકીઓ વિરુદ્ધ ફરી અને વધુ કંઈક ‘મોટું’ થવાની છે શક્યતા

વડાપ્રધાને અગાઉની સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે, સરદાર સરોવર ડેમમાં અનેક અડચણો આવી, તેમાં એ સમયની બધી સરકાર જવાબદાર છે. આ માટે સરકારે તેમનો જવાબ આપવો પડશે. આ સૌની યોજનાની કલ્પના મેં મૂકી હતી, ત્યારે મોટાભાગના લોકોએ કહ્યું કે, ચૂંટણી આવે એટલે આવા નિવેદનો સામે આવી રહ્યા છે.

આયુષ્યમાન યોજના અંગે મોદીએ કહ્યું કે, અમેરિકાની જનસંખ્યા, કેનેડાની જનસંખ્યા, મેક્સિકોની જનસંખ્યાના સરવાળો કરીએ તેના કરતાં વધારે લોકોને દેશમાં આયુષ્યમાન યોજનાનો લાભ મળવાનો છે. મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાની વાત કરતા જણાવ્યું કે, અમે આ યોજના લાવ્યા જેથી ખેડૂતોના ખાતામાં સીધા જ 6 હજાર રૂપિયા આપી દેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ યોજના વિષે પણ જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article