Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા, જુઓ વાદળછાયા માહોલ વચ્ચે ઉંચી પ્રતિમાનો નજારો

Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા, જુઓ વાદળછાયા માહોલ વચ્ચે ઉંચી પ્રતિમાનો નજારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 9:29 AM

Narmada: વાદના વાવાઝોડાના જોખમના કારણે ગુજરાત ભરમાં ભર શિયાળે અષાઢી માહોલ જામ્યો છે. તો કેવડિયામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

Narmada: રાજ્યમાં સાર્વત્રિક કમોસમી વરસાદ અને વાદળછાયુ વાતાવરણ છે. ત્યારે પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) ખાતે આહ્લાદક દ્રષ્યો સર્જાયા છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય તેવા દ્રષ્યો સર્જાય છે. સરદારની ઉંચી પ્રતિમાની આસપાસનો નજારો કુદરતી સૌદર્યથી ખીલી ઉઠ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સરદારની ઉંચી પ્રતિમાનો નજારો મનમોહીલે તેવો છે. પ્રવાસીઓ સુંદર વાતાવરણમાં પ્રવાસની મજા માણી રહ્યાં છે.

જણાવી દઈએ કે જવાદના વાવાઝોડાના જોખમના કારણે ગુજરાત ભરમાં ભર શિયાળે અષાઢી માહોલ જામ્યો છે. ઠેર ઠેર કમોસમી વરસાદ વરસતા ખેતીને મોટું નુકસાન થયું છે. મહામહેનત અન્નદાતાએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. શિયાળુ પાક ખેતરોમાં લહેરાતો હતો. એ જ પાક પર આકાશમાંથી આફત વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. માવઠાથી નુકસાનીની આ ચાર તસવીર છે.

જેમાં ભાવનગરમાં ભારે વરસાદના કારણે કુકડ સહિતના ગામોમાં કેળાના પાકનો સોથ વળી ગયો. આ તરફ બોટાદમાં પણ વરસાદ અને ભારે પવનના કારણે તુવેરનો પાક ડગમગી ગયો છે. અમરેલીમાં પણ ખેતીને વ્યાપક નુકસાન થયું છે. શિયાળુ અને બાગાયતી પાકને નુકસાન થયું છે. કેળા, ઘઉં, ચણા, કપાસ, ડુંગળી સહિતનો પાક ગુમાવવાનો વારો આવી શકે છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં અગરિયાઓને ભારે નુકસાન થયું છે..અગરિયાઓના પાટા ધોવાઈ ગયા છે.

 

આ પણ વાંચો: મધદરિયે માછીમારો મુશ્કેલીમાં! જાફરાબાદ બંદર પર 400 બોટો પરત ફરી, હજુ આટલી બોટ મધ દરિયામાં

આ પણ વાંચો: Missing Fishermans: NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ, દરિયામાં હજુ 6 થી 7 માછીમારો લાપતા

g clip-path="url(#clip0_868_265)">