
ગુજરાત(Gujarat) માં ઘટી રહેલા કોરોનાના કેસના પગલે હવે ગુજરાત હાઇકોર્ટ(Highcourt) પણ પ્રત્યક્ષ સુનાવણી 17 ઓગસ્ટથી શરૂ કરવા જઇ રહી છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે નિર્ણય લીધો છે. જેમાં હવે કોરોનાનું સંક્રમણ હળવું થતા હાઇકોર્ટ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી હાઇકોર્ટ ઓનલાઇન પ્લેટફોર્મથી કાર્યરત છે. તેમજ ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશને પણ ફિઝીકલ કોર્ટ શરૂ કરવા રજૂઆત કરી હતી. જો કે હાઇકોર્ટ પરિસરમાં પ્રવેશતા તમામે કોરોનાની ગાઈડલાઇનનું કરવું પડશે.
આ પણ વાંચો : Ahmedabad : નાના સુવર્ણકારો માટે HUID અભિશાપરૂપ, સોની વેપારીઓનો ખર્ચ વધી જશેઃ મોઢવાડિયા
આ પણ વાંચો : વકીલો સામે કોઈ દ્વેષ નથી, રાજસ્થાન હાઈકોર્ટે અક્ષય કુમાર વિરુદ્ધ ‘જોલી એલએલબી 2’ સાથે જોડાયેલી બદનક્ષીની ફરિયાદ ફગાવી
Published On - 6:00 pm, Fri, 6 August 21