PATAN : દિલીપ ઠાકોરના સમર્થકોનુ વિરોધ પ્રદર્શન, ચાણસ્મા હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ

|

Sep 15, 2021 | 10:34 PM

દિલીપ ઠાકોરના સમર્થનમાં ભાજપમાં ભંગાણના એંધાણ છે. દિલીપ ઠાકોરનું મંત્રી પદ હટાવાય તો મોટી સંખ્યામાં રાજીનામાની ચીમકી આપવામાં આવી છે.

PATAN : રાજ્યના નવા પ્રધાનમંડળમાં દિલીપ ઠાકોરનું મંત્રી પદ હટાવવાની આશંકાને પગલે દિલીપ ઠાકોરના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ઠાકોરના સમર્થકોએ ચાણસ્મા હાઈવે પર ચક્કાજામનો કરવાનો પ્રયાસ કર્યો હતો.
દિલીપ ઠાકોરના સમર્થનમાં ભાજપમાં ભંગાણના એંધાણ છે. દિલીપ ઠાકોરનું મંત્રી પદ હટાવાય તો મોટી સંખ્યામાં રાજીનામાની ચીમકી આપવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મૂજબ ભાજપે નવા પ્રધાનમંડળમાં નો-રીપીટ થીયરી અંતર્ગત રૂપાણી કેબીનેટના સીનીયર મંત્રીઓ સહીત ઘણા પ્રધાનોના નામ કાપી નાખ્યા હતા, જેની જાણ આ પ્રધાનોને થતા કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પ્રધાનોમાં રોષ જોવા મળ્યો હતો.જેને કારણે ગુજરાતના રાજકારણમાં કઈ પણ નવા જૂની થવાની પૂરી શક્યતા હતી. સૂત્રોના જણાવ્યા મૂજબ આવું કાઈ ન થાય અને બધું થાળે પાડવા માટે અને નારાજ પ્રધાનોને વિશ્વાસમાં લેવા માટે નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ બંધ રાખવામાં આવ્યો.

દિલીપ ઠાકોર ઉપરાંત કુંવરજી બાવળિયા અને જયેશ રાદડિયાના સમર્થકો પણ પોતાના નેતાના સમર્થનમાં આગળ આવ્યાં છે. રાજ્યના નવા પ્રધાનમંડળમાં કુંવરજી બાવળીયાનું પત્તું કપાવાની શક્યતાને પગલે સમર્થકોમાં રોષ ફાટ્યો છે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં સમર્થકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે અને સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો કુંવરજી બાવળિયાને પ્રધાનમંડળમાંથી હટાવાશે તો ભાજપે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.મહત્વપૂર્ણ છે કે કોળી સમાજના અગ્રણીઓ અને કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક યોજાઇ હતી.આ બેઠક બાદ બાવળિયાના સમર્થનમાં સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા.

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારતીય જળસીમામાં 12 ક્રૂ સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડી

Next Video