પાટણની રાધનપુર નગરપાલિકાના સફાઇકર્મીઓએ ચીફ ઓફિસર સામે આ મુદ્દે મોરચો માંડયો

|

Oct 02, 2021 | 6:36 AM

પાટણની રાધનપુર નગરપાલિકાના સફાઇ કર્મચારીઓનો આરોપ છે કે 16 કર્મચારીઓને વગર કામે જ વેતન ચૂકવી દેવાયું છે અને ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં(Gujarat) પાટણની(Patan) રાધનપુર નગરપાલિકાના સફાઇકર્મીઓએ(Sweeper) ચીફ ઓફિસર સામે મોરચો માંડ્યો છે. જેમાં સફાઇ કર્મચારીઓનો આરોપ છે કે 16 કર્મચારીઓને વગર કામે જ વેતન ચૂકવી દેવાયું છે અને ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવ્યો છે.ત્યારે ભ્રષ્ટાચારના આરોપ સાથે સફાઇકર્મીઓએ રેલી યોજી અને વિરોધ નોંધાવ્યો હતો.

પાટણના રાધનપુરમાં યોજાયેલી રેલીમાં સફાઈ કર્મીઓ ચીફ ઓફિસર વિરુદ્ધહ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ચીફ ઓફિસર અને અન્ય સફાઇ કર્મચારીઓની મિલીભગતથી પાલિકાને નુકશાન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આ અંગે ચીફ ઓફિસર સામે તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ સફાઇ કામદારોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ મુદ્દે પગલ લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ પણ વાંચો :JAMNAGAR : મુખ્યપ્રધાને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત પ્રથમ અલાયદી પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો :Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના

Published On - 6:35 am, Sat, 2 October 21

Next Video