Patan : સિદ્ધપુરમાં ભારે વરસાદ, ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા
સિદ્ધપુરમાં ભારે વરસાદ

Patan : સિદ્ધપુરમાં ભારે વરસાદ, ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા

| Edited By: | Updated on: Jun 21, 2021 | 7:03 PM

Patan : ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના કોઝ વે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદી, તળાવો નવા નીરથી છલકાઈ ગયા છે.

Patan : ચોમાસુ શરૂ થતાં જ પૂર બહારમાં ખીલી ગયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. જોરદાર વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે. તેવામાં ઉપરવાસ અને સિદ્ધપુર (Siddhpur) માં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના કોઝ વે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સિદ્ધપુરના ખડીયાસણ, ડુંગરીયાસણ, રાહતપુરા સહિતના ગામોના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદી, તળાવો નવા નીરથી છલકાઈ ગયા છે.

આ પણ વાંચો : Ahmedabad: 12 વર્ષે બદલાશે કાંકરિયાની અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા, જે સેકન્ડ હેડ હશે, આ પાટાથી અકસ્માત થશે તો જવાબદાર કોણ ?

આ પણ વાંચો : Corona : વિશ્વ યોગ દિવસ પર દેશમાં રેકોર્ડ બ્રેક રસીકરણ, એક જ દિવસમાં 70 લાખ રસી અપાઇ

Published on: Jun 21, 2021 07:02 PM