Patan : પૈસા આપવા છતાં 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધરણા

|

Jul 08, 2021 | 12:49 PM

રાજ્યની યુનિવર્સિટીઓ 1 હજાર રૂપિયા લઈને વિધાર્થીઓને 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત રાખવામાં આવ્યા છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે.

Patan : પૈસા આપવા છતાં 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધરણા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

Follow us on

રાજ્યની યુનિવર્સિટી સહિત પાટણની (Patan) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) દ્વારા વિદ્યાર્થીઓની ફી સાથે ટેબ્લેટ માટે 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જે રૂપિયા ઉઘરાવ્યા બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગુરુવારે યુનિવર્સિટીના પ્રાંગણમાં ધરણા કરવામાં આવ્યા છે.

રાજ્યની યુનિવર્સિટીમાં આશરે 12 લાખ વિદ્યાર્થીઓએ ચૂકવ્યા છે એક હજાર
ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં અંદાજિત 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટ પેટે 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જે બાબતને બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં હજુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટેબ્લેટની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સંચાલકો પાસે ટેબ્લેટની માગ કરી રહ્યા હતા.

પરંતુ તેમ છતાં રાજ્યની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની આ તકલીફને ગંભીરતાથી લેવામાં આવતી ન હતી. જેના કારણે હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી ટેબ્લેટ મામલે યોગ્ય પ્રત્યુત્તર નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો કાર્યક્રમ રાખવાનું આહ્વાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વિદ્યાર્થીઓના હિત માટે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત આપશે
આ અંગે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રદેશ પ્રમુખ હર્ષિલ રોહિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે ભરેલા નાણાં બે વર્ષથી રાજ્યની યુનિવર્સીટીએ વાપરી રહી છે. કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે સરકાર ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ખૂબ મદદરૂપ થઈ શકે છે.

આવા કપરા કાળમાં જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ લેવા માટે એક હજાર રૂપિયા યુનિવર્સિટીઓમાં જમા કરાવ્યા છે. તેમને ટેબ્લેટ મળે તે માટે અમારી માગ છે. જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

Next Article