Patan: રાજ્યભરમાં વીજપુરવઠાને (Power supply)લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વીજપુરવઠો ન મળતા જગતના તાતના ચહેરાની સાથે પાક પણ મુરજાવવા લાગ્યો છે. વીજકાપના કારણે ખેડૂત (Farmers) ખેતરમાં પાકને બચાવવા પિયત નથી કરી શકતો. જેને લઇને વાવેતર પાછળ કરેલો ખર્ચ અને મહેનત બંને બળી જાય તેવી સ્થિતિમાં મુકાયો છે. જગતનો તાત જેને લઇને હવે જગતનો તાત સરકાર સામે રોષે ભરાયો છે.
પાટણ જિલ્લામાં ઉનાળાના આરંભે જ વાવેતર કરાયેલ પાક સંકટમાં મુકાયા છે. પાકના પિયત સમયે જ વીજકાપની સર્જાઇ છે મુશ્કેલી. ઉનાળુ વાવેતરને હાલમાં પિયતની તાતી જરુર છે તેવામાં વીજકાપથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. વીજકાપના કારણે ખેડૂતોએ ખેતર અને ખેતરમાં રહેલ વાવેતર સૂકાવા લાગ્યા છે.વીજકાપની સમસ્યાએ જગતના તાતે ઉનાળુ વાવેતર પાછળ કરેલ ખર્ચ અને મહેનત બંને વેડફાઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ ઉભુ થયું છે.
ઉનાળુ વાવેતરના (Summer planting) પાકોને હાલમાં પિયતની તાત્કાલિક જરુર છે. જો ઉનાળુ પાકને પિયત ન મળે તો ભડકા જેવા તાપમાં પાક બળી જાય અને જગતના તાતે કરેલ ખર્ચ માંથે પડે. જગતના તાતને વધુ એક નુકસાની ભોગવવાનો વારો વીજકાપની સમસ્યાથી સર્જાય. વીજપુરવઠો હાલમાં માત્ર 5-6 કલાક જ મળતા ખેડૂતોના ખેતરોમાં રહેલા વાવેતરને બચાવવા પિયતનું પાણી પહોંચી વળતું જ નથી. જેને લઇને ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ ભારે રોષે ભભૂક્યો છે.
વીજકાપથી પરેશાન ખેડૂતો, કયારે ઉકેલાશે સમસ્યા ?
વીજકાપની મુશ્કેલીને લઇને હવે જગતનો તાત રોષે ભરાયો છે. જગતના તાતની સ્થિતિ એવી બની છે કે રોજબરોજ ખેતીમાં પડતી હાલાકીને લઇને રોજ નવી ચિંતાનો સામનો કરવા મજબૂર બનવું પડે તેવી સ્થિતિ રોજ બનીને સામે આવે છે.ત્યારે સરકારે જડપી કોઇ નિર્ણય પર ઉતરીને જગતના તાતને ચિંતામાંથી બહાર લાવે તેવી માંગ જગતના તાતની છે.
આ પણ વાંચો : વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું, પણ જીતુ વાઘાણી કહે છે કે માત્ર કોપી કેસ છે, જેને ખોટી રીતે રજૂ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે
Published On - 6:18 pm, Sun, 27 March 22