Patan : ઇલેકટ્રીક સ્કૂટરમાં ઘરમાં જ લાગી આગ, શોર્ટશર્કીટથી આગ લાગતા નાસભાગ 

|

Jun 12, 2022 | 6:48 PM

પાટણના (Patan) કાલિકા રોડ વિસ્તારમાં ઇલેકટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ઘરમા જ પાર્ક કરેલ EV સ્કૂટરને ચાર્જીગમાં મુક્યુ જેના થોડા જ સમયમાં અચાનક સ્કૂટરમાં આગ લાગી ગઇ અને જોતજોતાંમાં EV સ્કૂટર બળીને ખાખ થઇ ગયું હતું.

Patan : ઇલેકટ્રીક સ્કૂટરમાં ઘરમાં જ લાગી આગ, શોર્ટશર્કીટથી આગ લાગતા નાસભાગ 
Patan Electric Vehicle Fire

Follow us on

ગુજરાતના(Gujarat)  પાટણમાં(Patan)  ચાર્જીગ સમયે EV સ્કૂટર શોર્ટ શર્કીટથી આગની(Fire)  લપેટમાં આવ્યું હતું. EV સ્કૂટરમાં આગની ઘટના ઘરમાં જ બની હતી. જો આ આગમાં સ્કૂટર બળીને ખાખ થયું છે. તેમજ આ ઘટનાના કોઇ જાનહાની નથી થઈ.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પાટણના કાલિકા રોડ વિસ્તારમાં ઇલેકટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ઘરમા જ પાર્ક કરેલ EV સ્કૂટરને ચાર્જીગમાં મુક્યુ જેના થોડા જ સમયમાં અચાનક સ્કૂટરમાં આગ લાગી ગઇ અને જોતજોતાંમાં EV સ્કૂટર બળીને ખાખ થઇ ગયું હતું. જો કે ઇલેકટ્રીક સ્કૂટર જે સમયે ચાર્જીગમાં હતું તે સમયે આસપાસ કોઇ વ્યકિત ન હોવાથી કોઇ મોટી ઘટના બનવા ટળી હતી. તો EV સ્કૂટરમા આગ લાગતા જ ઘરમા અફરા તફરી સર્જાઇ અને ઘરના જ લોકોએ સ્કૂટરમાં લાગેલી આગ પર પાણી વડે કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાં સુઘી તો EV સ્કૂટર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું .

જો કે સામાન્ય રીતે અત્યાર સુઘી ગેસ સંચાલિત વાહનોમાં આગની ઘટનાઓ બનતી હતી. જેમાં અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે હવે કદાચ આવનાર સમયમાં હવે ઇલેક્ટ્રિક વાહનમાં પણ આગ લાગી શકે છે, જેમાં ગ્રીન એનર્જી વાહન એટલે કે ઇલેકટ્રીક ચાર્જીગ ધરાવતા વાહનમાં પણ આગની ઘટનાઓ વધી રહી છે . હાલ ઇલેકટ્રીક ચાર્જીગવાળા વાહનો ભલે હજુ બજારમાં એટલા આવ્યા નથી પરંતુ સમય જતાં જ્યારે ઇલેકટ્રીક વાહનો પણ બજારમાં આવશે ત્યારે તે વાહનોમા પણ આગની ઘટના બની શકે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

(Input – Sunil Patel, Patan )

Next Article