Patan : VCEની હડતાળને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો, ઝડપથી સમસ્યા ઉકેલવા માગ કરી

|

May 14, 2022 | 10:06 PM

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે(Kirit Patel) હડતાળ પર ગયેલા VCE કર્મચારીઓની માગણી સ્વીકારી તેઓને ન્યાય સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. તેમજ તેમણે કહ્યું છે કે આ લોકોની માંગ ન સ્વીકારતા સરકારી યોજનાની કામગીરી હાલ તો અટકી પડી છે.

Patan : VCEની હડતાળને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો, ઝડપથી સમસ્યા ઉકેલવા માગ કરી
Gujarat Congress MLA Kirit Patel (File Image)

Follow us on

ગુજરાતમાં પાટણમાં (Patan) VCEની હડતાળને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે(Kirti Patel)  મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. ધારાસભ્યે મુખ્યપ્રધાનને VCEની માગણી અંગે ધ્યાન દોર્યું છે. આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે સરકાર દ્વારા કમિશનપ્રથા બંધ કરીને ફિક્સ વેતનથી VCEને નિમણુંક આપવી જોઈએ. હાલની VCEની નિમણૂક પ્રક્રિયામાં સમાન વેતન અને લઘુતમ વેતનધારાનો ભંગ થાય છે. હડતાળ પર ગયેલા VCE કર્મચારીઓની માગણી સ્વીકારી તેઓને ન્યાય આપવા કોંગ્રેસના ધારાસભ્યે રજૂઆત કરી છે. તેમજ તેમણે કહ્યું છે કે આ લોકોની માંગ ન સ્વીકારતા સરકારી યોજનાની કામગીરી હાલ તો અટકી પડી છે. તેમજ તેનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવો જોઇએ.

ગુજરાતના 11 હજારથી વધુ વિલેજ કમ્પ્યૂટર ઓપરેટરની આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. VCE ઓપરેટર્સની 16 વર્ષ જૂની માગણી સંતોષાતી નથી. રાજ્ય સરકાર નજીવું કમિશન ચુકવે છે. તે પણ અનિયમિત આપે છે.. આ કર્મચારીઓ નિયત પગાર ધોરણ પર લેવાની, નોકરીમાં કાયમી કરવાની અને અન્ય સરકારી લાભ આપવાની માગણી કરી રહ્યાં છે. બીજી તરફ હડતાળને પગલે ગામડામાં ખેડૂતોની વહીવટી કામગીરી ન ખોરવાય તે માટે ઈ-ગ્રામ સેન્ટરનો હવાલો હવે તલાટીઓને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા VCE કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા VCE કર્મચારીઓની માંગ સંદર્ભે હજી સુધી કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. આ અંગે તેમના દ્વારા અનેક વાર ગાંધીનગર સહિત અનેક સ્થળોએ ધરણા પ્રદર્શન કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેમાં મળતી માહિતી મુજબ રાજ્યની તમામ ગ્રામ પંચાયતમાં VCE કર્મચારીઓ કામ કરે છે. જેઓ રાજ્ય સરકારની તમામ યોજનાની કામગીરી કરતા હોય છે. તેમજ આ VCE કર્મચારીઓની માંગ છે કે, તેમના કામ પર તેમને કમિશન મળે સાથે જ તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને પગાર મળે. કર્મચારીઓની માગ છે કે તેમને રેગ્યુલર કર્મચારીની જેમ જ પગાર આપવામાં આવે. તેમજ તેમને કાયમી કરીને દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે.મહત્વપૂર્ણ છે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો 2006થી પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા.જો કે આજદીન સુધી સરકારે તેમની રજૂઆતોને ધ્યાને ન લીધી હોવાના આરોપ  છે.

(With Input, Sunil Patel, Patan )

Published On - 10:05 pm, Sat, 14 May 22

Next Article